Gujarati Video: છોટાઉદેપુરમાં વર્ષો બાદ બનતા રસ્તાનું કામ અટવાયુ, 4 મહિના બાદ ઈજનેરને નબળી કામગીરીની થઈ જાણ
Chhota Udepur: છોટાઉદેપુરમાં વર્ષો બાદ બનતા રસ્તાનું કામ અટકી પડ્યુ છે. 4 મહિનાથી જે રસ્તાનું કામ ચાલુ હતુ તેમાં 4 મહિના બાદ તંત્રને જાણ થઈ કે કામગીરી નબળી ગુણવત્તાની થઈ છે એટલે કામ અટકાવી દેવામાં આવ્યુ છે.
Chhota Udepur: વર્ષો વિત્યા બાદ માંડ માંડ રસ્તાનું કામ મંજૂર થયુ હોય, રસ્તો બનતો હોય અને તેનું પણ કામ બંધ થઈ જાય તો. જીહાં છોટાઉદેપુરના નસવાડીના ઊંડાણ ગામની. જ્યાં રસ્તો બનાવવાની કામગીરીના 4 મહિના બાદ જાણ થઈ કે, રસ્તો નક્કી કરાયેલ ગુણવત્તા કરતા ઓછી ગુણવત્તાનો બનતો હતો. જેથી એક્ઝીક્યુટીવ ઈજનેરે રસ્તાનું કામ બંધ કરવા સૂચના આપી.
14 કરોડના ખર્ચે મંજૂર થયુ રસ્તાનું કામ
મહત્વનું છે કે ધારસિમેલથી હરખોડ, કુંડા ગામના રસ્તાનું કામ 14 કરોડના ખર્ચે મંજૂર થયું છે. કુંડા ગામે જવા માટે 8 જેટલા સ્લેબ ડ્રેઈન અને 6 કિમીનો ડામરનો રસ્તો મંજૂર થયો હતો. જેની કામગીરી આર.એમ.સી. કોંક્રિટ પ્લાન્ટ મુજબ કરવાની હતી. પરંતુ ફ્લોરી કોંક્રેટ પ્લાન્ટ મુજબ કામગીરી થતી હોવાની અધિકારીને જાણકારી મળી અને એક્ઝીક્યુટીવ ઈજનેરે તાત્કાલિક એજન્સીને કામ બંધ કરવા સૂચના આપી.
આ પણ વાંચો : Rajkot: PGVCLનો સપાટો, 4 મહિનામાં સૌરાષ્ટ્રમાંથી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી, વીજચોરી ભાવનગર સર્કલ અવ્વલ !
છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
