AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : છોટાઉદેપુરના આનંદપુરી ગામે ભાજપ નેતા સાદિક રાઠોડ જુગારના અડ્ડા ચલાવતા ઝડપાયા, લાખોનો મુદ્દામાલ અને રોકડ કરાઈ જપ્ત

Gujarati Video : છોટાઉદેપુરના આનંદપુરી ગામે ભાજપ નેતા સાદિક રાઠોડ જુગારના અડ્ડા ચલાવતા ઝડપાયા, લાખોનો મુદ્દામાલ અને રોકડ કરાઈ જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 8:01 PM
Share

Chhota Udepur: છોટાઉદેપુરમાંથી જુગારધામ ઝડપાયુ છે. નસવાડી તાલુકાના આનંદપુરી ગામે સ્ટેટ મોનિટરીંગ સેલએ દરોડા પાડ્યા હતા જેમા ભાજપના નેતા જ જુગારનો અડ્ડો ચલાવતા હોવાની હકીકત સામે આવી છે.

Chhota Udepur: છોટાઉદેપુરના નસવાડીમાંથી જે જુગારધામ ઝડપાયુ છે તેને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે અને જિલ્લા ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નસવાડીના આનંદપુરી ગામે સ્ટેટ મોનિટરીંગ સેલએ દરોડા કર્યા હતા. જેમા ભાજપના નેતા સાદિક રાઠોડ જુગારનો અડ્ડો ચલાવતા ઝડપાયા છે. પોલીસે તેમની પાસેથી મોબાઈલ અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો: Chota Udepur: બોડેલીથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર ઠેર-ઠેર ખાડા, વાહનચાલકો એક ખાડાને તારવે તો બીજામાં ખાબકે એવી સ્થિતિ- જુઓ Video

આ દરોડા દરમિયાન નર્મદા જિલ્લા ભાજપના લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ સાદિક રાઠોડ જુગારના અડ્ડાના માલિક હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં સાદિક રાઠોડની નર્મદા સુરક્ષા સેતુ સોસાયટીમાં બિન સરકારી સભ્ય તરીકે નિમણૂંક થઈ હતી.

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">