Gujarati Video : ચોટીલાના ચામુંડા મંદિર સુધીના પ્રસ્તાવિત રોપ-વે વિવાદમાં આજે હાઇકોર્ટમાં સુનાવણી, આઉટડેટેડ ટેક્નોલોજી વાળા રોપ-વેને મંજૂરીથી વિવાદ

|

Mar 16, 2023 | 9:57 AM

Surendranagar: ચોટીલા માતાજીના મંદિર સુધીના પ્રસ્તાવિત રોપ-વે વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. આઉટડેટેટ ટેકનોલોજીવાળા રોપ-વેને મંજૂરીના વિવાદ મામલે સુનાવણી થશે. મોરબી જેવી દુર્ઘટના સર્જાવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.

સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે જવા માટે ચોટીલા ડુંગર પર રોપ-વે શરૂ કરવા અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી છે. આ અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જો કે આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપ-વેની મંજૂરી સામે દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. જેમા મોરબી જોવી દુર્ઘટના સર્જાવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ચોટીલા ડ઼ુંગર પર પ્રસ્તાવિત રોપ-વે પ્રોજેક્ટમાં જે ટેકનોલોજીના રોપ-વેને મંજૂરી અપાઈ છે તે જોખમી હોવાની આશંકા અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમા મોરબી કેબલ બ્રિજ જેવી દુર્ઘટના સર્જાવાની પણ દહેશત વ્યક્ત કરાઈ છે.

આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં ગીરનાર ડુંગર પર રોપ-વેને મંજૂરી મળી ત્યારથી ચોટીલા ડુંગર પર રોપ-વેને લગાવવા માટેની ચર્ચા ચાલી રહી હતી. આ અંગે કેબિનેટ દ્વારા પ્રસ્તાવિત મંજૂરી પણ આપી દેવાઈ છે. જો કે હાલ આ રોપ-વે બનાવવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે તેને લઈને વિવાદ થયો છે અને સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે જેને લઈને હાલ ચોટીલા રોપ-વે પ્રોજેક્ટ અદ્ધરતાલ મુકાયો છે.

આ પણ વાંચો: Surendranagar: ચોટીલા ઉત્સવ-2023માં લોક કલાકારોએ કરી જમાવટ , ઝાલાવાડી છત્રી સાથે રજૂ થયેલા રાસે લોકોને ડોલાવ્યા

ઉલ્લેખનીય છે કે અનેક લોકોના આસ્થાના કેન્દ્ર સમાન ચોટીલા માતાજીના મંદિરે જવા ભાવિકોની સુવિધા માટે રોપ-વેની ખાસ જરૂર છે. આ અંગે ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ રોપ-વેની માગ કરાઈ છે. જો કે સરકારના એક કોન્ટ્રાક્ટરની ફેવર કરી કોન્ટાક્ટ આપવાના ઈરાદા સામે હાલ સવાલ ઉઠ્યા છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ ટેન્ડર પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા હતા. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

Published On - 9:57 am, Thu, 16 March 23

Next Video