Surendranagar: ચોટીલા ઉત્સવ-2023માં લોક કલાકારોએ કરી જમાવટ , ઝાલાવાડી છત્રી સાથે રજૂ થયેલા રાસે લોકોને ડોલાવ્યા

TV9 GUJARATI

|

Updated on: Mar 13, 2023 | 8:28 PM

સામાન્ય રીતે આ પ્રકારના ભાતીગળ પહેરવેશ સાથે રજૂ થતા રાસ નવરાત્રિ દરમિયાન કે આવા લોકોત્સવમાં જ જોવા મળતા હોય છે ત્યારે બહારથી ચોટીલાના દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓએ પણ આ ઉત્સવને મન ભરીને માણ્યો હતો.

Surendranagar:  ચોટીલા ઉત્સવ-2023માં લોક કલાકારોએ કરી જમાવટ , ઝાલાવાડી છત્રી સાથે રજૂ થયેલા રાસે લોકોને ડોલાવ્યા

Follow us on

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ તીર્થ સ્થળ અને માઇ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર એવા ચોટીલામાં બે દિવસીય ચોટીલા ઉત્સવ 2023 આયોજિત કરવામાં આવ્યો હતો.  જેનું આજે સમાપન થયું હતું.  આ ઉત્સવ દરમિયાન લોક કલાકારોના કંઠે ગવાયેલા લોકગીતોએ સ્થાનિકો તેમજ ચોટીલા દર્શન કરવા આવનારા ભક્તજનોને ડોલાવ્યા હતા. તેમજ લોક નૃત્યો દ્વારા પણ ચોટીલા ઉત્સવમાં જમાવટ કરવામાં આવી હતી. તો પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા હાસ્યરસથી ભરપૂર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેને લોકોએ મન ભરીને માણ્યો હતો.

ચોટીલા ઉત્સવ દરમિયાન નૃત્ય ભારતી અકાદમી, સુરેન્દ્રનગર દ્વારા ગણેશવંદનાની અનોખી પ્રસ્તુતિ સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ લોકપ્રિય “મારું વનરાવન છે રૂડું …..”પંક્તિઓના સથવારે શક્તિપરા માલધારી રાસમંડળ, સુરેન્દ્રનગર દ્વારા કરાયેલ અદભુત ડાંડીયારાસે ઉપસ્થિતજનોમાં અનેરું આકર્ષણ ઉભું કર્યું હતું.

સાથે સાથે ભગિની સેવા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા શૌર્યથી ભરપૂર તલવાર રાસની રજૂઆતે લોકોને મંત્રમુગ્ધ કર્યાં હતા. વિજયવીર રાસ મંડળ ભાવનગર દ્વારા કાઠિયાવાડી પહેરવેશ સાથે કાઠિયાવાડી અંદાજમાં રજૂ થયેલા કાઠીયાવાડી રાસ, લોકનૃત્યના પ્રકારોમાંથી એક પ્રાચીન પ્રકાર મંજીરા લોકનૃત્યને પઢાર મંજીરા રાસમંડળીએ રજૂ કરતા આ અદભુત રાસ રજૂ કર્યો હતો.

સામાન્ય રીતે આ પ્રકારના ભાતીગળ પહેરવેશ સાથે રજૂ થતા રાસ નવરાત્રિ દરમિયાન કે આવા લોકોત્સવમાં જ જોવા મળતા હોય છે ત્યારે બહારથી ચોટીલાના દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓએ પણ આ ઉત્સવને મન ભરીને માણ્યો હતો. તો સ્થાનિક કલાકારોએ જણાવ્યું હતું કે આ પ્રકારના ઉત્સવ દ્વારા સ્થાનિક કલાકારોની કલાને  પ્રોત્સાહન મળે છે અને તેમને આગળ વધવા માટેનું મંચ મળે છે.

વિથ ઇનપુટ સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર, ટીવી9

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati