Gujarati Video : Porbandar : ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરનારા 19 લોકો સામે નોંધાઈ ફરિયાદ
Porbandar: ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર વિસ્તારમાં મિલકત ધારકોએ ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે. જેના પગલે ગેરકાયદે બાંધકામ કરનારા 19 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરમાં આવેલા મહાત્મા ગાંધીના જન્મસ્થાન એવા કીર્તિ મંદિર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પુરાતત્વ વિભાગની મંજૂરી વગર બાંધકામ કરતા, પોલીસે 19 મિલકત ધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીજીના જન્મસ્થાનમાં મિલકત ધારકોએ ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાનુ સામે આવ્યુ છે. આ મામલે જૂનાગઢ પુરાતત્વ વિભાગના અધિકારીઓ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગેરકાયદે બાંધકામ કરનારા 19 મિલકતધારકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં 19 મિલકત ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઈએ કે ગાંધીજીનો જન્મસ્થાન વિસ્તાર પુરાતત્વ વિભાગમાં હેઠળ આવે છે. જેમા કોઈપણ મંજૂરી લીધા વગર જ ગેરકાયદે બાંધકામ ઉભુ કરી દેવાતા કડક કાર્યવાહી કરાય છે. રાષ્ટ્રપતિ મહાત્મા ગાધીના જન્મસ્થળ કીર્તિમંદિરના આસપાસના 300 ચોરસ મીટરનો વિસ્તાર પ્રતિબંધિત છે.
આ પણ વાંચો: કિરણ રિજિજુનું પોરબંદરમાં નિવેદન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પનાને જન્મ આપ્યો
જ્યારે કિરણ બેદી પોરબંદર આવ્યા હતા ત્યારે તેમણે નિરીક્ષણ કરી આ સંપૂર્ણ વિસ્તારને પુરાતત્વ વિભાગમાં સામેલ કરવાની દરખાસ્ત કરી હતી અને સરકારે આ દરખાસ્તને મંજૂર પણ કરી હતી. ત્યારથી આ વિસ્તારમાં સંપૂર્ણ મિલકતોનો સર્વે કરી ચકાસણી કરતા કોઈ બાંધકામની મંજૂરી લેવાઈ ન હોવાથી ગેરકાયદે બાંધકામ કરનારા તમામ 19 મિલકત ધારકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમા આસપાસની સોનીની દુકાનો ધરાવતા મિલકતધારકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ઈનપુટ ક્રેડિટ- હિતેશ ઠકરાર- પોરબંદર
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
