Gujarati Video : બાગાયતી વિસ્તાર નવસારીમાં કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન, ખેડૂતોને 90 ટકા પાક નિષ્ફળ જવાની ભીતિ
Navsari News : બાગયતી વિસ્તાર ગણાતા નવસારી જિલ્લામાં ગત રોજ પડેલ કમોસમી વરસાદ ચીકુ અને કેરીના પાક માટે કાળ બન્યો હોય તેવી સ્થિતી ઉભી થઇ છે.
દક્ષિણનું ગુજરાતમાં વારંવાર વાતાવરણમાં આવતા પલટાને લઈ ખેડૂતોને માથે દેવાળું ફૂંકાતું હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. જેમાં બાગયતી વિસ્તાર ગણાતા નવસારી જીલ્લામાં ગત રોજ પડેલ કમોસમી વરસાદે ચીકુ અને કેરીના પાક માટે કાળ બન્યો હોય તેવી સ્થિતી ઉભી થઇ છે. ખેડ઼ૂતોને 90 ટકા પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
વારંવાર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે. ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વાતાવરણ એ હાલ ખેડૂતો તો ઠીક પરંતુ આમ જનતા માટે પણ મુશ્કેલી સમાન બન્યો છે. ગત વર્ષે કેરીનો પાક ઊંચા ભાવે વેચાયો હતો.
જો કે આ વર્ષે પણ વરસાદને કારણે કેરીના પાકને વિષમ પરિસ્થિતિ સર્જાઈ તેમ લાગી રહ્યું છે. સાથે ચીકુના પાકને પણ એટલી જ ગંભીરતા સેવાઇ રહી છે. તાજેતરમાં જ પડેલા કમોસમી વરસાદને કારણે કેરી પરના નાના ફળ અને મોર બંને કોહવાઈને નીચે પડી જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.
નવસારી જિલ્લા સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા હાલ ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. સિઝન સમયે જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ગત વર્ષે પણ આવા જ સમયે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી.
વાતાવરણની પેટર્ન સતત બદલાઈ રહી છે. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુશ્કેલીમાંથી ઉગાડવા માટે સરકારે આજે પાકને વીમારક્ષણ પૂરું પાડવા સર્વે હાલની તકે જ હાથ ધરવો જોઈએ તેવી ખેડૂતોની માગ છે.