Breaking News : ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ રમશે ધૂળેટી, ગાંધીનગરમાં રાજભવનમાં મનાવશે રંગોનો પર્વ
ગાંધીનગર રાજભવન ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ ધૂળેટીની ઉજવણી કરશે. રાજભવન ખાતે આજે ધૂળેટીની ઉજવણી માટેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ આજે ગુજરાત પ્રવાશે આવવાના છે. ત્યારે તેઓ આજે ગાંધીનગરમાં ધૂળેટીનો પર્વ પણ મનાવશે. ગાંધીનગર રાજભવન ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ ધૂળેટીની ઉજવણી કરશે. રાજભવન ખાતે આજે ધૂળેટીની ઉજવણી માટેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ તિલક હોળી રમશે.
રાજભવનમાં ધૂળેટીની કરાઇ તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ પણ આજે ગુજરાત આવવાના છે. બંને દેશના વડાપ્રધાન એરપોર્ટથી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે જશે. રાજભવનમાં અત્યારથી જ હોળીનો પર્વ મનાવવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ધૂળેટીના પર્વનું અનેરુ મહત્વ હોય છે. ત્યારે આ પર્વના રંગોની અનુભૂતિ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ આજે કરશે.
બંને દેશના વડાપ્રધાન સાથે મેચ નિહાળશે
9 માર્ચે પ્રધાનમંત્રી મોદી સવારે 8 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે. જ્યાં બંને વડાપ્રધાનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઓસ્ટ્રોલિયા વચ્ચેની અંતિમ અને ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચ નિહાળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાવાની છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે બેસીને આ ટેસ્ટ મેચ નીહાળવાના છે.
ક્રિકટ મેચમાં બંને વડાપ્રધાન કોમેન્ટ્રી કરે તેવી સંભાવના
શક્યતા એવી પણ છે કે બે દેશોની ક્રિકટ મેચમાં બંને વડાપ્રધાન કોમેન્ટ્રી કરી શકે છે. મહત્વનું છે કે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ સંબંધોની ઉજવણીના આ પ્રસંગની પૂર્વતૈયારીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.
વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
બંને દેશના વડાપ્રધાન ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આ મુલાકાતનો હેતુ વેપાર, રોકાણ, ખનિજ ક્ષેત્રમાં દ્વિપક્ષી સંબંધોને વેગ આપવાનો છે. ઓસ્ટ્રેલિયાના PM બન્યા બાદ એન્થોની અલ્બેનિસનો આ પહેલો ભારત પ્રવાસ છે. એન્થોની અલ્બેનિસ ગત્ત વર્ષે મે માસમાં ઓસ્ટ્રેલિયાના PM બન્યા હતા. તો ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે વેપાર-પર્યટન પ્રધાન અને ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિ મંડળ પણ ભારતની મુલાકાતે આવશે.