Gujarati Video : ગૌરીકુંડમાં અટવાયેલા વડોદરાના યાત્રાળુઓનો જથ્થો કેદારનાથ પહોંચ્યો, 25 એપ્રિલે કેદારનાથના કપાટ ખુલતા જ કરશે દર્શન

Gujarati Video : ગૌરીકુંડમાં અટવાયેલા વડોદરાના યાત્રાળુઓનો જથ્થો કેદારનાથ પહોંચ્યો, 25 એપ્રિલે કેદારનાથના કપાટ ખુલતા જ કરશે દર્શન

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 11:58 AM

ભારે બરફવર્ષાના કારણે શનિવારે હરિદ્વારથી કેદારનાથ જવા નિકળેલા વડોદરાના (Vadodara ) ભક્તો ગૌરીકુંડ ખાતે અટવાયા હતાં. જો કે ટુર ઓપરેટરે TV9 સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ છે કે, તમામ યાત્રાળુ કેદારનાથ ખાતે સુરક્ષિત રીતે પહોંચી ગયા છે.

બાબા કેદારનાથના દ્વાર આવતીકાલ 25 એપ્રિલથી ખુલવા જઈ રહ્યા છે, જેના માટે પ્રશાસન સ્તરે તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. બીજી તરફ ગુજરાતમાંથી વડોદરાનો 800 યાત્રાળુઓનો પહેલો જથ્થો આજે કેદારનાથ પહોંચ્યો છે. ભારે બરફવર્ષાના કારણે શનિવારે હરિદ્વારથી કેદારનાથ જવા નિકળેલા વડોદરાના ભક્તો ગૌરીકુંડ ખાતે અટવાયા હતાં. જો કે ટુર ઓપરેટર TV9 સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ છે કે, તમામ યાત્રાળુ કેદારનાથ પહોંચી ગયા છે. જો કે ગૌરીકુંડમાં અટવાયેલા વડોદરાના તમામ યાત્રાળુ સહી સલામત કેદારનાથ પહોંચી ગયા છે.

આ પણ વાંચો-Breaking News: આજે કોરોનામાંથી થોડી રાહત! છેલ્લા 24 કલાકમાં દેશમાં 7,178 નવા કેસ નોંધાયા

25 એપ્રિલથી ખુલશે કેદારનાથના કપાટ

બાબા કેદારનાથના દ્વાર 25 એપ્રિલથી ખુલવા જઈ રહ્યા છે, જેના માટે પ્રશાસન સ્તરે તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. આ સાથે મંદિર સમિતિ કેદારનાથ મંદિરને સજાવવા માટે પણ કામ કરી રહી છે. તમામ વિભાગો પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. સાથે જ યાત્રિકોની સુવિધા માટે હેલી સેવાઓ પણ ધામમાં પહોંચી ગઈ છે. ડીજીસીએ આ વખતે કેદારનાથ ધામ માટે નવ હેલી સેવાઓની મંજૂરી આપી છે. આ નવ હેલી સેવાઓ ગુપ્તકાશી, ફાટા અને શેરસીથી ઉડાન ભરશે. હેલી સેવા દ્વારા કેદારનાથ ધામ જતા યાત્રાળુઓ માત્ર IRCTC વેબસાઇટ http://heliyatra.irctc.co.in પર ટિકિટ બુક કરાવી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">