ડમીકાંડમાં યુવરાજના દાવાને GPSSBના પ્રમુખ હસમુખ પટેલે ફગાવ્યા, કહ્યુ- યુવરાજસિંહે 70 થી 80 નામો નથી આપ્યા

Gandhinagar: ભાવનગરમાં ભરતી પરીક્ષામાં સામે આવેલા ડમીકાંડમાં યુવરાજસિંહે 70 થી 80 નામો આપ્યા હોવાનો દાવો કર્યો હતો. યુવરાજના આ દાવાને GPSSBના પ્રમુખ હસમુખ પટેલે ફગાવ્યા છે. હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે યુવરાજે 70 થી 80 નહીં માત્ર 7 થી 8 નામો આપ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 5:32 PM

ભાવનગર ડમીકાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરેલા દાવાને GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલે ફગાવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે યુવરાજના દાવાને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 70થી 80 નહીં પરંતુ 8 થી 10 જ નામ આપ્યા હતા.

આપને જણાવી દઇએ કે અગાઉ યુવરાજસિંહે ડમીકાંડના ખુલાસા વખતે હસમુખ પટેલને 70થી 80 લોકોના નામો આપ્યાનો દાવો કર્યો હતો. જોકે આ દાવા પર હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે, યુવરાજે માત્ર 7થી 10 જ નામો જ આપ્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં હસમુખ પટેલે સ્પષ્ટ કર્યું કે યુવરાજ મારી પાસે આવ્યો હતો અને ચારથી પાંચ લોકોના નામ આપ્યા હતા. જ્યારે મેસેજ દ્વારા અન્ય નામો આપ્યા હતા. આ તમામ નામો ગુજરાત ATSને આપ્યાની પણ તેઓએ માહિતી આપી.

આ પણ વાંચો : Breaking News: ભાવનગર ડમી કૌભાંડમાં બનાવાયેલી SITના અમરેલીમાં ધામા, જિલ્લામાં અનેક ઉમેદવારોની પરીક્ષા ડમી લોકોએ આપી હોવાનુ આવ્યુ સામે

મહત્વપૂર્ણ છે કે યુવરાજસિંહ પર તેમના જ નજીકના મિત્ર બિપિન ત્રિવેદીએ રૂપિયા 55 લાખ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ યુવરાજસિંહની કામગીરીને લઇને શંકા-કુશંકાઓ વહેતી થઇ હતી. ત્યારે દરેક આરોપનો સામી છાતીએ જવાબ આપવા ટેવાયેલા યુવરાજસિંહ હસમુખ પટેલની સ્પષ્ટતા વિશે ફોડ પાડે છે કે કેમ તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">