Gujarati Video: નવસારીમાં ગરમીનો પારો વધતા નવો બનેલો રોડ પીગળ્યો, જુઓ Video
આવા રસ્તાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.રોષે ભરાયેલા લોકો કોર્પોરેશન પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે, સામાન્ય તાપમાનમાં જ શા માટે પીગળે છે રસ્તો? તાપમાન હજી વધશે ત્યારે કેવા હાલ થશે ? શું ખરાબ કામગીરીને કારણે પીગળે છે રસ્તા?
નવસારી જિલ્લામાં રસ્તા એવા છે કે ચાલો તો બૂટ-ચપ્પલ ચોટી જાય અને વાહનો સ્લીપ થઈ જાય. તમને આ રસ્તા જોઈને લાગશે કે શું આ કાળા ડામર પાથરવામાં કોઈએ કળા કરી છે ? આ સવાલ એટલા માટે થાય કારણ કે આકરા તડકાએ નવસારી નગરપાલિકાની પોલ ખોલી છે.
કાળઝાળ ગરમી પડવાની હજી તો માંડ શરૂઆત થઈ છે અને તેના કારણે રસ્તાઓ ઉપરનો ડામર પીગળી રહ્યો છે. વીડિયોમાં પણ એ દ્રશ્યો જોવા મળ્યા હતા કે નવસારીનો કાલિયાવાડીથી ગ્રીડ સુધી જતો માર્ગ ઓગળી રહ્યો છે. આવા રસ્તા પરથી ચાલવું કેવી રીતે.? વાહન લઈને નીકળો તો ડામર ચીપકી જાય અને જો કોઈ રાહદારી હોય તો તેના પગરખાં ચોંટી જાય છે.
આવા રસ્તાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.રોષે ભરાયેલા લોકો કોર્પોરેશન પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે, સામાન્ય તાપમાનમાં જ શા માટે પીગળે છે રસ્તો? તાપમાન હજી વધશે ત્યારે કેવા હાલ થશે ? શું ખરાબ કામગીરીને કારણે પીગળે છે રસ્તા?
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…