Gujarati Video: નવસારી નગરપાલિકા દ્વારા ગટર વ્યવસ્થાના અપગ્રેડેશનની કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં રોષ

Gujarati Video: નવસારી નગરપાલિકા દ્વારા ગટર વ્યવસ્થાના અપગ્રેડેશનની કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં રોષ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 5:35 PM

Navsari: નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ગટર વ્યવસ્થાના અપગ્રેડેશનની કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. કબીરપોર GIDC વિસ્તારમાં મિલો આવેલી હોવાથી ગંદુ પાણી છોડવામાં આવે છે. જેના કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે.

ગુજરાતની સૌથી મોટી નગરપાલિકાના બણકા ફૂગતી નવસારી વિજલપોર નગરપાલિકાએ વિકાસના નામે આટો વાઢ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારી અને વિજલપોર એમ બે અલગ અલગ પાલિકાનું એકત્રીકરણ થયા બાદ વસ્તીમાં વધારો થતા ગટર વ્યવસ્થામાં પણ નવો સુધારો કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી.

કબીરપોર જીઆઇડીસી વિસ્તારમાં મિલો આવેલી છે અને આ મિલોને કારણે ગંદા પાણી છોડવામાં આવી રહ્યા હોવાથી આસપાસના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે આ કુદરતી કાંસમાંથી સીધું પાણી નદી નાળામાં ઠલવાતું હોય છે. જેને કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે. પાલિકા દ્વારા હજી સુધી ગટર વ્યવસ્થાના અપગ્રેડેશન માટેની કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં રોષ છે.

નવસારી વિજલપોર નગરપાલિકાનું એકત્રીકરણ થયાને અઢી વર્ષ જેટલો સમય વીતી ગયો. છતાં ગાયકવાડી સમયની ગટર વ્યવસ્થામાં કોઈ સુધારો ન થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નવા આઠ ગામોને પાલિકા વિસ્તારમાં જોડવામાં આવ્યા ત્યાર બાદ હજી સુધી પાલીકા ગટર વ્યવસ્થા માટે પ્લાન ગડી રહી હોવાના વાયદાઓ આપી રહી છે.. જોકે નક્કર કામગીરી થાય તેને માટે પણ લોકો રાહ જોઈને બેઠા છે.

આ પણ વાંચો: Gujarat News: ગુજરાતના મુખ્યમંત્રીએ નવસારી જિલ્લામાં ભરતી રેગ્યુલેટર ડેમના શિલાન્યાસ સહિત, જિલ્લામાં 195 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

ગટરની ગંદકી એ સ્થાનિકોના આરોગ્ય સામે સવાલો ઉભા કરી રહી છે. મિલોની ગંદકી કુદરતી કાસમાં છોડાતા સમગ્ર શહેરના વિસ્તારોમાં આ ગંદકી ફેલાઈ રહી છે. વહેલી તકે પાલિકા આ અંગે કાર્યવાહી કરે તે શહેરીજનોની અને હાલના સમયની તાતી જરૂરિયાત છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">