Gujarati Video : MS યુનિવર્સિટી બચાવવા આંદોલન, કોમન યુનિવર્સિટી એક્ટ સામે લોકોનો વિરોધ

Vadodara: વડોદરામાં MS યુનિવર્સિટી બચાવવા આંદોલન છેડાયુ છે. વિધાનસભામાં સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લાવવાની સરકારની તૈયારી છે ત્યારે આ એક્ટ અમલમાં આવતા રાજ્યની યુનિવર્સિટીઓની સ્વાયત્તતા છીનવાવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 7:56 PM

Vadodara:  ગુજરાતમાં કોમન યુનિવર્સિટી એક્ટની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે. કોમન યુનિવર્સિટી એક્ટ સામે ફરી વિરોધનો સૂર ઉઠ્યો છે. વડોદરામાં પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીને બચાવવા લોક અભિયાન શરૂ થયું છે. આઝાદી પર્વના દિવસે જ કોમન યુનિવર્સિટી એક્ટના વિરોધમાં કમાટીબાગ વિસ્તારમાં એક બેઠક મળી હતી. એમએસ યુનિવર્સિટી બચાવવાના બેનર સાથે બેઠક મળી હતી. લોકોનો આક્ષેપ છે કે કોમન યુનિવર્સિટી એક્ટ આવશે તો યુનિવર્સિટીની લોકશાહી ખતમ થઈ જશે. નવા એક્ટથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાશે તેવો આક્ષેપ કરી રહ્યાં છે.

કોંગ્રેસનો આરોપ છે કે આ બિલ પાસ થયા બાદ રાજ્યની 8 યુનિવર્સિટીઓના પોતાના અધિનિયમો અને નિયમો ખતમ થઈ જશે. તમામ સરકારી યુનિવર્સિટીમાં એકસમાન અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ થઈ જશે. કોમન યુનિવર્સિટી એક્ટથી પ્રવેશ, પરીક્ષા અને પદવીમાં એકસૂત્રતા આવી જશે. વિવિધ યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થશે અને સરકારનું નિયંત્રણ આવી જશે.

આ પણ વાંચો: Vadodara News: ઇસ્કોન અકસ્માત કેસમાંથી વડોદરા મનપાએ લીધો બોધપાઠ, શહેરના 10 ફ્લાય ઓવર બ્રિજ પર લગાડાશે CCTV, જુઓ Video

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોમન યુનિવર્સિટી એક્ટથી વિવિધ યુનિવર્સિટીઓની એકેડેમીક અને ફાઈનાન્સિયલ ઓટોનોમિ ખતમ થઈ જશે. કોમન યુનિવર્સિટી એક્ટ બાદ કુલપતિની ટર્મ 3ના બદલે 5 વર્ષની થશે અને કુલપતિ રિપિટ નહિ થાય. તેમજ યુનિવર્સીટીઓની ચૂંટણીઓના બદલે બોર્ડ ઓફ ગવર્નરન્સ આવી જશે.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">