Gujarati Video: મોબાઈલે લીધો જીવ, પિતાએ શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડતા ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઝેર પી લીધું

|

Feb 28, 2023 | 6:40 PM

Rajkot: રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પિતાએ શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડતા વિદ્યાર્થિનીએ ઝેર પી લઈ આત્મહત્યા કરી લીધી. જેમા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ છે.

આજકાલ વિદ્યાર્થીઓમાં મોબાઈલનો ક્રેઝ એટલી હદે વધી ગયો છે કે તેઓ મોબાઈલ વિના રહી શક્તા નથી. મોબાઈલ બાબતે તેઓ વડીલોનું પણ માનતા નથી. કદાચ માતા-પિતા તેમની પાસેથી મોબાઈલ લઈ તો તેઓ જીવ આપી દેતા પણ અચકાતા નથી. આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. જેમા ઠેબચડા ગામે એક પિતાએ ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીને શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડતા વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી.

ઠેબચડા ગામે ધો.12 ની વિદ્યાર્થિનીએ મોબાઈલ લઈ જવાની ના પાડતા પીધું ઝેર

સમગ્ર બનાવની વાત કરીએ તો ઠેબચડા ગામમાં રહેતી અંકિતા સોમદેવભાઇ વાછાણી નામની વિધાર્થીની રાજકોટના રાષ્ટ્રીય શાળામાં આવેલી રમેશભાઇ છાયા શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. ગઇકાલે પિતાએ અંકિતાને શાાળાએ મોબાઇલ લઇ જવાની ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો.

જેના કારણે અંકિતાને માઠું લાગી ગયું હતુ અને આજે સવારના સમયે વિદ્યાર્થિની જ્યારે ઘરે એકલી હતી તે સમયે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. તેની માતા ગીતાબેન ઘાબા પર કામ કરીને નીચે પરત ફર્યા ત્યારે દીકરી બેભાન હાલતમાં હતી. ત્તાત્કાલિક તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. મૃતક અંકિતાને એક ભાઇ અને એક બહેનમાં મોટી છે.

આ પણ વાંચો: Rajkot: એઈમ્સના ખોટા સહી-સિક્કા સાથે બોગસ કોલ લેટર તૈયાર કરી નોકરીની લાલચ આપનાર તબીબ ઝડપાયો, વાંચો કઇ રીતે આચર્યું કૌંભાંડ 

શાળાના આચાર્યએ પિતાને કરી હતી ફરિયાદ

આ અંગે અંકિતાના પિતા સોમદેવભાઇએ કહ્યું હતું કે ઠેબચડા ગામની 20 જેટલી દીકરીઓ દરરોજ રાજકોટમાં અભ્યાસ માટે અપડાઉન કરે છે. ગઇકાલે શાળાના શિક્ષકનો ફોન આવ્યો હતો કે તમારી દીકરી પાસેથી મોબાઇલ મળી આવ્યો છે અને શાળામાં મોબાઇલ લાવવાની મનાઇ છે જેના કારણે મેં મારી દીકરીને ઠપકો આપ્યો હતો અને તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો. બીજા દિવસે જ્યારે હું ખેતી કામ કરવા માટે ખેતરે ગયો હતો ત્યારે પાછળથી તેને આત્મહત્યા કરી લીધી હતી.

Next Video