Gujarati Video : બરોડા ડેરીમાં કથિત કૌભાંડ મામલે ધારાસભ્ય કેતન ઈનામદારે ઉગ્ર આંદોલનની ચીમકી આપી
વડોદરાના બરોડા ડેરીમાં કથિત કૌભાંડ મામલે ધારાસભ્ય કેતન ઈમાનદારે ઉગ્ર આંદોલન કરવા ચીમકી આપી છે. બરોડા ડેરીના સત્તાધીશો સામે ધારાસભ્ય કેતન ઈનામદારે આરોપ લગાવ્યો છે કે, દેસર ઝોનની 14 મંડળીઓનો ઠરાવ બિલકુલ બોગસ થયો છે. તેમજ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ અને રૂપિયાની હેરફેર થઈ છે.
વડોદરાના બરોડા ડેરીમાં કથિત કૌભાંડ મામલે ધારાસભ્ય કેતન ઈનામદારે ઉગ્ર આંદોલન કરવા ચીમકી આપી છે. બરોડા ડેરીના સત્તાધીશો સામે ધારાસભ્ય કેતન ઈનામદારે આરોપ લગાવ્યો છે કે, દેસર ઝોનની 14 મંડળીઓનો ઠરાવ બિલકુલ બોગસ થયો છે. તેમજ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ અને રૂપિયાની હેરફેર થઈ છે. જેની યોગ્ય અને તટસ્થ તપાસ થવી જોઈએ.સાથે જ MLA ઈનામદારે કહ્યુ કે, ડેરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના તમામ પુરાવા હોવા છતા તપાસના નામે ક્લીનચીટ આપવાની આશંકા છે. નિયામક મંડળનો આ નિર્ણય ડેરીના હીતમાં નથી.
સુગમ કોલ્ડ પ્લાનના કોન્ટ્રકટમાં 10 લાખના ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. 24 લાખમાં નક્કી થયેલા કોન્ટ્રાક્ટ પછી 29 લાખમાં અપાયો તો 24.45 લાખના મેઈન્ટેનન્સના કામમાં 5 લાખનો તફાવત જોવા મળ્યો છે.
આ પણ વાંચો : Gujarati Video : બનાસકાંઠાના રાયડો પકવતા ખેડૂતોની ભાવ ઘટતા ચિંતા વધી
Published on: Feb 11, 2023 10:03 PM