Gujarati Video: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં ગેરરીતિની ફરિયાદ નોંધવામાં આવી

નિમણૂક યથાવત્ રહી હોવાને કારણે રંજન ગોહિલને 22.74 લાખનો આર્થિક ફાયદો કરાવ્યો હોવાનો રિપોર્ટ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં રજૂ કરાયો હતો. વિપુલ પટેલનું કહેવું છે કે પ્રદીપ પ્રજાપતિએ નિયમો નેવે મૂકીને યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 8:44 PM

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં ગેરરીતિની ફરિયાદ નોંધવામાં આવી છે. યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગના પૂર્વ અધ્યાપક અને કોર્ડીનેટર પ્રદિપ પ્રજાપતિ અને રંજન ગોહિલ સામે પ્રોફેસર વિપુલ પટેલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગમાં પ્રદીપ પ્રજાપતિએ 2019માં રંજન ગોહિલની એડહોક તરીકે નિમણૂંક કરી હતી, પરંતુ કાયમી ભરતી બાદ આ નિમણૂંક રદ કરવાની હોવા છતા પ્રદીપ પ્રજાપતિએ રંજન ગોહિલની નોકરી ચાલું રાખી હતી.

આ નિમણૂક યથાવત્ રહી હોવાને કારણે રંજન ગોહિલને 22.74 લાખનો આર્થિક ફાયદો કરાવ્યો હોવાનો રિપોર્ટ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં રજૂ કરાયો હતો. વિપુલ પટેલનું કહેવું છે કે પ્રદીપ પ્રજાપતિએ નિયમો નેવે મુકીને રંજન ગોહીલને પગાર ચુકવી યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. તો બીજી તરફ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અગાઉ પણ પ્રદિપ પ્રજાપતિ સામે બે ફરિયાદ નોંધાઇ ચુકી છે. હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શિક્ષણના ધામ વિવિધ કારણોસર વિવાદમાં

બીજી તરફ રાજકોટમાં પણ મારવાડી યુનિવર્સિટી વિવાદનો ભોગ બની છે મારવાડી યુનિવર્સિટીમાં 4 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે આ વિદ્યાર્થીઓએ એનુસૂચિત જાતિના વિદ્યાર્થીને જાતિ વિષયક મહેણાં ટોણા માર્યા હતા. આરોપી વિદ્યાર્થીઓ છેલ્લા 6 મહિનાથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના ફ્રી-શિપ કાર્ડ સહિત જ્ઞાતિના મુદ્દે વિવિધ મજાક ઉડાવતા હતા.

તેમજ ફ્રી-શિપ કાર્ડ વિના કોલેજમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની અભ્યાસ કરવાની હેસિયત ન હોવાનું કહેતા હતા. સાથે જ જ્ઞાતિ વિશે વિવિધ વાતો કહી કહીને હડધૂત કરતા હતા. હાલ આ 4 વિદ્યાર્થી સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી સમગ્ર કેસની તપાસ ચાલુ કરવામાં આવી છે.

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">