Gujarati Video : બનાસકાંઠાના રાયડો પકવતા ખેડૂતોની ભાવ ઘટતા ચિંતા વધી
બનાસકાંઠાના રાયડો પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. બિયારણથી લઈને ખાતર સુધી પૈસાનું પાણી અને ત્યાર પછી આ પાક પાછળ પરસેવાનું પાણી કરતા જગતના તાતને પાકનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો. જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો આવ્યો છે.
બનાસકાંઠાના રાયડો પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. બિયારણથી લઈને ખાતર સુધી પૈસાનું પાણી અને ત્યાર પછી આ પાક પાછળ પરસેવાનું પાણી કરતા જગતના તાતને પાકનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો. જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો આવ્યો છે. બનાસકાંઠાના રાયડો પકવતા ખેડૂતો જેઓ હાલ મુશ્કેલીમાં છે. આ મુશ્કેલીનું કારણ છે રાયડાના ઘટેલા ભાવ. બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત 1 લાખ 75 હજાર હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું છે. પરંતુ થોડા દિવસ અગાઉ થયેલા કમોસમી વરસાદને કારણે રાયડાના પાકને ભારે નુકસાન થયું છે.
ખેડૂતોને પ્રતિમણ અંદાજે 350થી 400 રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો
મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખ્યા પછી પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ભાવની વાત કરીએ તો ગત વર્ષે પ્રતિ મણ રાયડાનો ભાવ 1 હજાર 350થી લઈને 1 હજાર 470 રૂપિયા ભાવ હતો. જ્યારે ચાલુ વર્ષે પ્રતિમણ રાયડાનો ભાવ 970થી લઈને 1 હજાર 50 રૂપિયા મળી રહ્યો છે. એટલે કે ખેડૂતોને પ્રતિમણ અંદાજે 350થી 400 રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : Ambaji ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન, તૈયારીઓ આખરી તબક્કામાં
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
