Gujarati Video: OBC અનામત નક્કી કરવા રચાયેલ જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દત 12 માર્ચ સુધી લંબાવાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા માટે રચાયેલ જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દતમા ફરી વધારો કરાયો છે. કમિશનની મુદ્દત 12 માર્ચ સુધી વધારાઈ છે. આ અગાઉ 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવાયું હતું..જેને હવે વધારીને 12 માર્ચ સુધીની મુદ્દત કરાઈ છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા માટે રચાયેલ જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દતમા ફરી વધારો કરાયો છે. કમિશનની મુદ્દત 12 માર્ચ સુધી વધારાઈ છે. આ અગાઉ 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવાયું હતું..જેને હવે વધારીને 12 માર્ચ સુધીની મુદ્દત કરાઈ છે.સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામત નક્કી કરવા કમિશનની રચાઈ કરાઈ છે. સ્વતંત્ર પંચની રચના કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા હતા.ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરાઈ છે.
અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ફરી સરકાર પર નિશાન સાધ્યું
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ફરી સરકાર પર નિશાન સાધ્યું છે. જેમાં અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાત સરકારે જુલાઇ મહિનામાં OBCકમિશનની રચના કરી હતી અને 90 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનું જણાવ્યું હતું.પરંતુ 8 મહિના વીત્યા બાદ પણ હજુ સુધી રિપોર્ટ સોંપાયો નથી. જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયસર યોજાઇ રહી નથી.
ભાજપ સરકારની નીતિના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે વચેટિયાઓ શાસન ચલાવી રહ્યા છે. ત્યારે ઓબીસી સમાજની વસ્તી મુજબ અનામત એક્ટની નવી જોગવાઇ કરે અને વિધાનસભા સત્રમાં નવું બિલ લાવે તેવી માગ કોંગ્રેસે કરી છે.