Gujarati Video : ગાંધીનગરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં બજરંગ દળની દાદાગીરી, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં યુવક-યુવતીઓને આપી ધમકી

ગુજરાતના ગાંધીનગરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં બજરંગ દળની દાદાગીરી સામે આવી છે . જેમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બજરંગ દળના કાર્યકરોનું ટોળું ઘુસ્યું હતું. તેમણે વેલેન્ટાઇન ડે મનાવતા યુવક-યુવતીઓને ધમકી આપી હતી. આ કાર્યકરો હાથમાં લાકડીઓ અને ધોકા લઇને પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 4:46 PM

ગુજરાતના ગાંધીનગરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં બજરંગ દળની દાદાગીરી સામે આવી છે . જેમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બજરંગ દળના કાર્યકરોનું ટોળું ઘુસ્યું હતું. તેમણે વેલેન્ટાઇન ડે મનાવતા યુવક-યુવતીઓને ધમકી આપી હતી. આ કાર્યકરો હાથમાં લાકડીઓ અને ધોકા લઇને પહોંચ્યા હતા. જેમાં ડંડા અને ધોકા લઇને યુવક-યુવતીઓ પાછળ કાર્યકરો દોડયા હતા.

વિદ્યાર્થીઓને લવ જેહાદ જેવા દુષણોથી દૂર રહેવાની અપીલ કરી હતી

ઉલ્લેખનીય છે કે, ‘વેલેન્ટાઈન ડે’, ના એક દિવસ પૂર્વે, VHPના કાર્યકરોએ અમદાવામાં વિરોધ નોંધાવ્યો હતો.અને શહેરની કોલેજોમાં પત્રિકા વિતરણ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો  હતો. વિશ્વ હિંદુ પરિષદના નેતાઓનું માનવું છે કે, ‘વેલેન્ટાઈન ડે’, એ ભારતની સંસ્કૃતી નથી, તેથી આવા કોઈ પર્વની ઉજવણી ભારતમાં ન થવી જોઈએ, જો ઉજવણી કરવી હોય તો વસંત પંચમીની વિદ્યાર્થીઓએ ઉજવણી કરવી જોઈએ…વિદ્યાર્થીઓને લવ જેહાદ જેવા દુષણોથી દૂર રહેવાની અપીલ કરી હતી. સાબરમતી રિવરફ્રન્ટ જેવા વિસ્તારોમાં પણ VHPના કાર્યકરો હાજર રહી વિરોધ નોંધાવવાની તૈયારી દર્શાવી  હતી.

આ પણ વાંચો : Gujarati Video : ગુજરાત યુનિ.ના કેમ્પસમાં લાગ્યા પૂર્વ પ્રોફેસર પી.પી. પ્રજાપતિ વોન્ટેડના બેનર, Videoમાં કેદ થયા દ્રશ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">