AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video : પાટણના સિદ્ધપુરમાં પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષો મળ્યા બાદ હવે નવી પાઇપલાઇન નાખી આપવા સ્થાનિકોની માગ

Gujarati video : પાટણના સિદ્ધપુરમાં પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષો મળ્યા બાદ હવે નવી પાઇપલાઇન નાખી આપવા સ્થાનિકોની માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 1:46 PM
Share

patan news : ઉપલી શેરી, લાલ ડોશીની પોળ સહિતના વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન નવી નાખવા અને ટાંકી બનાવવા માટે સ્થાનિકો માગ કરી રહ્યા છે.

પાટણના (Patan) સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી (pipeline)  મૃતદેહના (dead body) અવશેષો મળ્યા બાદ હવે નવી પાણીની પાઇપલાઇન નાખવા માગ ઉઠી છે. ઉપલી શેરી, લાલ ડોશીની પોળ સહિતના વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન નવી નાખવા અને ટાંકી બનાવવા માટે સ્થાનિકો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો-Gujarati Video : દર્દીઓના ભોજનમાં શ્વાન દ્વારા મોઢું મારવાના કેસમાં કાર્યવાહી, ભોજન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર એજન્સીનો કર્મચારી સસ્પેન્ડ

સિદ્ધપુરમાં 16 મેના રોજ પ્રથમવાર પીવાના પાણીની પાઈપલાઈનમાંથી શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. પાઈપ લાઈનમાંથી મૃત યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પાણીની પાઇપ લાઇનમાંથી મળી આવેલ અવશેષો ગુમ થયેલ યુવતીના જ હોવાનુ સામે આવ્યું છે. તેમજ ગુમ થયેલ યુવતીના માતા પિતાના DNA અને મળી આવેલ અવશેષોના DNA મેચ થયા છે.

પાણીની પાઇપલાઇનમાંથી ગુમ યુવતીના જ અવશેષો હોવાનુ DNAમા સામે આવ્યુ છે. જેમાં લવિના સિંધી નામની યુવતી ગુમ થઈ હતી. લવિનાએ પાણીની ટાંકીમાં આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું. જો કે કયા કારણસર આપઘાત કરવામાં આવ્યો છે તેનું રહસ્ય હજુ અકબંધ છે.

(With Input, Sunil Patel, Patan )

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">