Gujarati Video: ભાવનગરના મોરચુપણા ગામમાં અનુસૂચિત જાતિના લોકોને અલગ ભોજન અપાતા વિવાદ વકર્યો
Bhavnagar: ભાવનગરના મોરચુપણા ગામમાં અનુસુચિત જાતિ સાથે ધાર્મિક પ્રસંગમાં ભોજનને લઈને ભેદભાવ કરાતા વિવાદ વકર્યો છે. અનુસૂચિત જાતિના લોકોને અલગ ભોજન અપાતા સમાજના લોકોએ DySPને રજૂઆત કરી આયોજક સામે પગલાની માગ કરી છે.
ભાવનગરના જેસર તાલુકાના મોરચુપણા ગામે ધાર્મિક કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના લોકોના અલગ ભોજનને લઈ વિવાદ વકર્યો છે. આ મુદ્દે મોરચુપણા ગામના અનુસૂચિત જાતિના આગેવાનોએ ડીવાયએસપીને લેખિત રજૂઆત કરી. તો કાર્યક્રમના આયોજકે સર્વ સમાજના લોકોને સાથે જમવા અને હાજર રહેવાની વિનંતિ કરી છે. ડીવાયએસપીએ ગામની મુલાકાત લઈને તમામ સમાજના આગેવાનોને સાથે રાખીને વિવાદનો ઉકેલ લાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે.
કોર્પોરેશનની તિજોરીના તળિયા ઝાટક
આ તરફ ભાવનગર મહાનગરપાલિકા ફરી કંગાળ બની છે. માત્ર કરવેરાની આવક પર નિર્ભર કોર્પોરેશનની તિજોરીના તળિયા ઝાટક થયા છે. મર્યાદિત આવક સ્ત્રોતને કારણે કોર્પોરેશન આર્થિક અને વિકાસની દ્રષ્ટિએ નબળી બની છે. વિસ્તાર અને વસ્તી વધારાની સાથે સ્ટાફ અને જરૂરિયાતો વધતા આવક સામે ખર્ચ પણ વધ્યો છે.એટલું જ નહીં કોર્પોરેશન પાસે રૂપિયા ન હોવાથી છેલ્લા 40 વર્ષથી કંસારા પ્રોજેક્ટ અધ્ધરતાલ છે. ફલાયઓવર અને સિક્સલેનની મંદ ગતિએ કામગીરી શરૂ છે.
રૂપિયા ખુટ્યા… વિકાસના કામ અટક્યા
અંતરિયાળ વિસ્તારો વર્ષોથી નવા રોડની રાહમાં છે. અનેક એવા કામો છે કે જેને રાજ્ય સરકારની આવતી ગ્રાન્ટ અને રકમ આધારિત કામ ચાલતું હોય છે. જેને લઈને ઘણીવાર કામ ધીમી ગતિએ ચાલે છે અને કાતો અટકી જાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે હાલ શહેરમાં 13 વોર્ડમાં રીસર્વે શરૂ છે. જે આવનારા બેથી ત્રણ વર્ષમાં પૂરા થશે. જેમાંથી 50 કરોડ રૂપિયા નવી આવક કોર્પોરેશનને થશે.
આ પણ વાંચો: Bhavnagar: ભાવનગરઃ રખડતા ઢોરની સમસ્યાને નાથવામાં મનપાનું તંત્ર સદંતર નિષ્ફળ, પશુઓની દયનીય સ્થિતિ
જોકે હજુ ત્રણ વર્ષનો સમય રીસર્વેમાં લાગી શકે તેમ છે અને તે પૂર્ણ થતા 50 કરોડની આવક વધી શકે તેમ છે. જોકે તેની સામે ખર્ચ પણ વધવાની શક્યતા રહેલી છે.