Gujarati Video : MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર, તારીખ જાહેર થતા ABVPનું આંદોલન સમેટાયું, Videoમાં જુઓ દ્રશ્યો

Gujarati Video : MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર, તારીખ જાહેર થતા ABVPનું આંદોલન સમેટાયું, Videoમાં જુઓ દ્રશ્યો

| Edited By: | Updated on: Mar 10, 2023 | 9:21 AM

MS યુનિવર્સિટીની સિન્ડિકેટની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જાહેરાત સાથે જ માર્કશીટને લઈને શરૂ થયેલું ABVPનું ઉગ્ર આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું અને ફટાકડા ફોડી પોતાના આંદોલનનો વિજય થયો હોવાનુ કહીને ઉજવણી કરી હતી.

વડોદરાની MS યુનિવર્સિટીમાં આગામી તારીખ 18 માર્ચે યોજાનાર પદવિદાન સમારોહમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. MS યુનિવર્સિટીની સિન્ડિકેટની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જાહેરાત સાથે જ માર્કશીટને લઈને શરૂ થયેલું ABVPનું ઉગ્ર આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું અને ફટાકડા ફોડી પોતાના આંદોલનનો વિજય થયો હોવાનુ કહીને ઉજવણી કરી હતી.

આ પણ વાંચો : Vadodara : રખડતી રંજાડનો ત્રાસ યથાવત, 79 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહત્વનું છે કે, સિન્ડિકેટની બેઠક પૂર્વે ABVPના આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, વીસી લાપતાના બેનર લગાવ્યા બાદ યુનિવર્સિટી હેડ ઓફીસ આગળ ધરણા કર્યા હતા અને વાઈસ ચાન્સેલરને ABVPના કાર્યકરો અને વિધાર્થીઓએ ઘેરાવ કર્યો હતો. જોકે સિન્ડિકેટની બેઠક બાદ ABVPની તમામ માગ સ્વિકારી લેવામાં આવી છે. સાથે જ દરેક વિધાર્થીઓને ફોલ્ડર તેઓની ફેકલ્ટીના ડીન પાસેથી મળી રહેશે, તથા વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે.

કોન્વોકેશનમાં વિલંબ મુદ્દે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કહ્યું કે, કોન્વોકેશનના મુખ્ય અતિથિનો સમય મેળવવામાં વિલંબ થયો હતો. પરંતુ હવે તારીખ જાહેર થઈ છે. અને ભવિષ્યમાં યુનિવર્સિટીમાં આ પ્રકારના આંદોલન નહીં થાય અને સૌ ભેગા મળીને દરેક રજુઆતને ગંભીરતાથી લઈ દરેક પ્રશ્નોનો હલ થશે તેવું આશ્વાસન આપ્યં હતું.

Published on: Mar 10, 2023 09:16 AM