Gujarati Video: અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી, હાલની સ્થિતિ અંગે રજૂ થઈ શકે અહેવાલ

Gujarati Video: અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી, હાલની સ્થિતિ અંગે રજૂ થઈ શકે અહેવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 9:55 AM

Ahmedabad: અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. નદીની હાલની પરિસ્થિતિ અંગે હાઈકોર્ટમાં અહેવાલ રજૂ થઈ શકે છે. 4 સપ્તાહ પહેલા હાઈકોર્ટે કડક કાર્યવાહી માટેના આદેશ આપ્યા હતા.

અમદાવાદની સાબરમતી નદીમાં વધી રહેલા પ્રદૂષણ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સાબરમતી નદીની હાલની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં અહેવાલ રજૂ થશે. 4 સપ્તાહ પહેલા હાઈકોર્ટે કડક કાર્યવાહી માટેના આદેશ આપ્યા હતા. સાબરમતી નદીના પ્રદૂષણને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. ગેરકાયદે કનેક્શન સાબરમતી નદીને પ્રદૂષિત કરતા હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે. અમદાવાદ મેગા પાઈપ લાઈનમાં પણ ડિસલ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

આ તરફ હાઈકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે પણ સુનાવણી હાથ ધરાશે. રાજ્યમાં દિવસે દિવસે વકરતી જતી રખડતા ઢોરની સમસ્યા મુદ્દે સુનાવણી થશે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ઢોરનો આતંક વધી રહ્યો છે. સરકારે પાછલા સમયમાં કરેલી કામગીરીનો અહેવાલ રજૂ કરી શકે છે. રાજ્યમાં ઢોરના આતંક અને બનેલી ઘટનાઓની માહિતી કોર્ટના ધ્યાને મુકાશે. જાહેરહિતની અરજીની સુનાવણીમાં હાઈકોર્ટ મહત્વના નિર્દેશ કરી શકે છે.

આ પણ વાંચો: રખડતા ઢોરની સમસ્યાથી મળશે છુટકારો, નીતિ આયોગે બનાવી યોજના, હવે ગૌશાળાઓ પણ કરી શકશે બિઝનેસ

અગાઉ હાઈકોર્ટમાં સાબરમતી નદીના પ્રદૂષણ અંગે હાથ ધરાયેલી સુનાવણીમાં ગેરકાયદે કનેક્શન હજુ પણ નદીમાં પ્રદૂષણ ફેલાવતા હોવાનું હાઈકોર્ટનું અવલોકન હતુ. જેમાં દાણીલીમડા વિસ્તારની કંપનીઓ ગેરકાયદે જોડાણ કરી પ્રદૂષણ ફેલાવતી હોવાનો ખૂલાસો થયો હતો.

આ અગાઉ સાબરમતીમાં પ્રદૂષણ મામલે TV9એ અહેવાલ પ્રસારિત કરતા તંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યુ હતુ અને મોડે મોડે જાગેલા મેગા લાઈન અને કોર્પોરેશન હરકતમાં આવ્યા હતા. 17 જેટલા ગેરકાયદે કનેક્શન માત્ર પીપળજમાં જ કાપવામાં આવ્યા છે. સાબરમતીમાં ગેરકાયદે રીતે ટ્રીટ કર્યા વિના જ મેગાલાઇનમાં કેમિકલયુક્ત ગંદુ પાણી ઠલવાતુ હતુ, જેથી કનેક્શન કપાયા છે.

 

g clip-path="url(#clip0_868_265)">