AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video:10 લાખની લાંચ લેવાના કેસમાં ફરાર CBI પીઆઈ આખરે થયા હાજર, CBI કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યા

Gujarati Video:10 લાખની લાંચ લેવાના કેસમાં ફરાર CBI પીઆઈ આખરે થયા હાજર, CBI કોર્ટે 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 9:52 AM
Share

Ahmedabad: અપ્રમાણસર મિલકતના કેસમાં 10 લાખની લાંચ માગનાર CBI PI નાટકીય ઢબે હાજર થયા છે. દીવમાં ફરજ બજાવતા મત્સ્ય ઉદ્યોગ ખાતાના મદદનીશ અધિક્ષક સુકર અંજનીએ 22 માર્ચ 2023ના રોજ દિલ્હી CBIને ફરિયાદ કરી હતી.

અપ્રમાણસર મિલકતના કેસમાં 10 લાખ રૂપિયાની લાંચ માગનાર ફરાર સીબીઆઈ પીઆઈ આખરે નાટકીય ઢબે હાજર થયા હતા. પીઆઇ સંદીપકુમાર સીબીઆઇ કોર્ટમાં હાજર થતા 3 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. મહત્વનું છે કે, દીવમાં ફરજ બજાવતા મત્સ્યોધોગ ખાતાના મદદનીશ અધિક્ષક સુકર અંજનીએ 22 માર્ચ 2023ના રોજ દિલ્હી સીબીઆઇને ફરિયાદ કરી હતી.

જેમાં તેમણે રજૂઆત કરી હતી કે, ગાંધીનગર સીબીઆઇમાં લાંચ વિરોધી શાખામાં ફરજ બજાવતા સંદીપ કુમાર અપ્રમાણસર સંપત્તિ રાખવાના આરોપોની તપાસ કરી રહ્યા છે. તેમણે અંજનની તરફેણમાં રિપોર્ટ કરવા માટે રૂ.10 લાખની લાંચ માંગી હતી અને ત્યારબાદ તેઓ સતત વોટ્સએપ પર લાંચની મંગણી કરી ધમકી આપી હતી કે, લાંચની રકમ આપવામાં નહી આવે તો અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાવી દેવામાં આવશે.

આ પણ વાંચો: Breaking News : રાજકોટમાં જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા

આ ફરિયાદના આધારે લાંચ લેવાના કેસમાં પીઆઇ સંદીપકુમાર સામે કાર્યવાહી કરી તેમને સીબીઆઈએ કસ્ટડીમાં લીધા હતા પરંતુ તેઓ કસ્ટડીમાંથી ભાગી ગયા હતાં. જોકે ગઈકાલે તેઓ સીબીઆઇ કોર્ટમાં હાજર થયા હતાં. સીબીઆઇએ આરોપી સંદીપકુમારના વિવિધ મુદાઓ ઉપર 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 01, 2023 09:52 AM
g clip-path="url(#clip0_868_265)">