Gujarati Video: પાવાગઢમાં 60 ફૂટ ઊંડા ખાડામાં ખાબકેલા યુવાનનો હેમખેમ બચાવ, ફોટોગ્રાફી કરતા સમયે બની ઘટના

Panchmahal: યાત્રાધામ પાવાગઢમાં 60 ફુટ ઉંડા ખાડામાં ખાબકેલા યુવાનનો હેમખેમ બચાવ થયો છે. આ યુવક ફોટોગ્રાફી કરતા સમયે પગ લપસી જતા 60 ફુટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો. બનાવની જાણ થતા પોલીસે યુવકને સહીસલામત ખાડામાંથી બહાર કાઢ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 9:59 AM

પાવાગઢના દર્શન કરવા આવેલો યુવક મંદિરે જવાના રસ્તે ટંકશાળની અંદર ફોટોગ્રાફી કરતા સમયે પગ લપસી જતા 60 ફૂટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો. બનાવની જાણ થતા પાવાગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને સહીસલામત ખાડામાંથી બહાર કાઢ્યો હતો.

મૂળ વડોદરાના વાઘોડિયા રોડ પર પરિવાર સાથે રહેતો આ યુવક તેના ભાઇબહેન સાથે પાવાગઢના દર્શને આવ્યો હતો. માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે ટંકશાળ પાસે યુવક ફોટોગ્રાફી કરતા સમયે ધ્યાન ન રહેતા ઉંડા ખાડામાં પડી ગયો હતો. સમગ્ર ઘટનામાં યુવકને સામાન્ય ઇજા થઇ છે. તેમજ તેને હાલોલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો છે.

આ પણ વાંચો: Gujarati video: વાદળોથી આચ્છાદિત પાવાગઢ યાત્રાધામના આહ્લાદક નજારાનો જુઓ સુંદર Video

વડોદરાનો 22 વર્ષીય યુવક ગૌરવ દવે તેના પિતરાઈ ભાઈ બહેન સાથે પાવાગઢ ફરવા આવ્યો હતો. એસટી બસમાં આજે સવારે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવ્યા હતા. સવારે ડુંગર ઉપર દર્શન કરી ત્રણેય ભદ્રકાળી માતાજીના મંદિર તરફ ગયા હતા. જ્યાં જમીનમાં બંકર જેવા ઊંડા કોઠાર પાસે ગૌરવ ઉભો રહ્યો હતો અને સેલ્ફી લઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસતા તે બંકર જેવા ઊંડા ભોંયરામાં પથ્થરો ઉપર પડ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">