Gujarati Video: બનાસકાંઠા અને કડીમાં માવઠાને પગલે ખરીફ પાકને નુકસાન, યાર્ડમાં રાખેલા એરંડા વરસાદના પાણીમાં તરતા જોવા મળ્યા!
કડી પંથકમાં વરસાદ થતા ખેતરોમાં થયેલા ખરીફ પાકને નુકસાન થયું છે. કડીમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. કમોસમી વરસાદને બગલે બનાસકાંઠાના ભાભરમાં APMCમાં બહાર ખુલ્લામાં પડેલી જણસીની બોરીઓ પલળી ગઈ હતી.
મહેસાણામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન ફૂંકાયો હતો તેમજ કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે APMCમાં ખુલ્લામાં રાખવામાં આવેલા એરંડા અને ઘઉં પલળી ગયા હતા. હવામાન વિભાગની આગાહીને પગલે યાર્ડમાં માલ સુરક્ષિત રીતે ઢાંકી દેવામાં આવ્યો હતો, પરંતુ જે વેપારીઓનો માલ ખુલ્લો હતો તેમને સામાન્ય નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે.
જોકે કડી પંથકમાં વરસાદ થતા ખેતરોમાં થયેલા ખરીફ પાકને નુકસાન થયું છે. કડીમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.
કમોસમી વરસાદ પડતાં ભાભર APMCમાં પલળી જણસી
કમોસમી વરસાદને બગલે બનાસકાંઠાના ભાભરમાં APMCમાં બહાર ખુલ્લામાં પડેલી જણસીની બોરીઓ પલળી ગઈ હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદથી જણસી પલળી જતાં વેપારીઓ તેમજ ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
