Gujarati Video: મલ્લિકાર્જૂન ખડગેના નિવેદન પર સી.આર.પાટિલનો પ્રહાર, કહ્યું સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષા વાપરે છે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વળતો આક્ષેપ કરતા જણાવ્યું કે સત્તા ગુમાવ્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષા વાપરે છે..સત્તા જાય પછી કોંગ્રેસ ભાષાનું ભાન ગુમાવી બેસે છે.પાટીલે આક્ષેપ કર્યો કે ખડગેએ આ નિવેદનથી પોતાનું સ્તર બતાવી દીધું છે
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેના નિવેદનને ભાજપે આકરા શબ્દોમાં વખોડ્યું હતુ..ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વળતો આક્ષેપ કરતા જણાવ્યું કે સત્તા ગુમાવ્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષા વાપરે છે..સત્તા જાય પછી કોંગ્રેસ ભાષાનું ભાન ગુમાવી બેસે છે.પાટીલે આક્ષેપ કર્યો કે ખડગેએ આ નિવેદનથી પોતાનું સ્તર બતાવી દીધું છે..કર્ણાટકમાં કોંગ્રેસને હાર નિશ્ચિત દેખાય છે, એટલે આવા શબ્દોનો પ્રયોગ કરે છે.
ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરી સાપ કહી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસમાં એકબીજા પર પ્રહારોનો દોર તેજ બન્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરી સાપ કહ્યા છે. આ અંગે ભાજપ આક્રમક બની ગયું છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ ખડગેનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરી સાપ કહી રહ્યા છે.
તેમની વિચારધારા સાપ જેવી છે
વધી રહેલા હંગામાને જોઈને ખડગેએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે મેં આ પીએમ મોદી માટે નથી કહ્યું, મારો મતલબ ભાજપની વિચારધારા વિશે હતો. તે સાપ જેવી છે. મેં આ વાત પીએમ મોદીને અંગત રીતે નથી કહી. તેમની વિચારધારા સાપ જેવી છે અને જો તમે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે.
વીડિયો શેર કરતા માલવિયાએ કહ્યું છે કે હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીને ‘ઝેરી સાપ’ કહ્યા છે. તેઓ કહે છે કે સોનિયા ગાંધીએ તેમને ‘મોતના સોદાગર’ કહીને જે શરૂઆત કરી હતી, તે કેવી રીતે સમાપ્ત થઈ તે આપણે જાણીએ છીએ. કોંગ્રેસ સ્તર સતત નીચું જઇ રહ્યું છે. આ હતાશા દર્શાવે છે કે કોંગ્રેસ કર્ણાટકમાં જમીન ગુમાવી રહી છે અને તે જાણે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…