Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો, નવા 186 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 27 એપ્રિલના રોજ કોરોનાના નવા 186 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1502 થઇ છે.જ્યારે કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 186 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 27 એપ્રિલના રોજ કોરોનાના નવા 186 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1502 થઇ છે. જેમાં અમદાવાદમાં 74, વડોદરામાં 27, સુરતમાં 17, સુરત ગ્રામ્યમાં 10, વલસાડમાં 06, આણંદમાં 05, ભરૂચમાં 05, મહેસાણામાં 05, સાબરકાંઠામાં 05,ગાંધીનગરમાં 04, મોરબીમાં 04, વડોદરા ગ્રામ્યમાં 04, બનાસકાંઠામાં 03, નવસારીમાં 03, પાટણમાં 03, અમરેલીમાં 02, અમદાવાદ ગ્રામ્યમાં 01, અરવલ્લીમાં 01, દાહોદમાં 01, ગાંધીનગરમાં 01, ગીર સોમનાથમાં 01, પંચમહાલમાં 01, પોરબંદરમાં 01, રાજકોટ ગ્રામ્યમાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 186 દર્દીઓ સાજા થયા છે.
New 186 #Covid19 cases reported in #Gujarat ; active cases tally reaches 1502#GujaratCoronaUpdate #CoronaUpdate #TV9News pic.twitter.com/M2T3SVZN9t
— Tv9 Gujarati (@tv9gujarati) April 27, 2023
આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…
- એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
- તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
- મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
- એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
- એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
- એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
- એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
- મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.
કોરોના અંગે નિષ્ણાતોની મોટી ચેતવણી, મે મહિનામાં દરરોજ આવશે 50 હજારથી વધારે કેસ
પ્રોફેસરે કહ્યું કે ભારતમાં 90 ટકા લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વાયરસ સામે કુદરતી પ્રતિરક્ષા ધરાવતા લોકોની સંખ્યા 95 ટકા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ મોડલના આધારે આવતા મહિનામાં પ્રતિદિન 50,000 સંક્રમણના કેસ હશે, જે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશો માટે આશ્ચર્યજનક નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…