Gujarati video: કમ્પ્યૂટર સાયન્સનું પેપર રાજકોટથી લીક થવાની આશંકા

બોર્ડના અધિકારીઓની સૂચનાના આધારે પોલીસે રાજકોટમાં તપાસ હાથ ધરી છે. સૂચના બાદ પોલીસ ટીમ ઝોનલ ઓફિસે તપાસ માટે પહોંચી હતી. પોલીસ સિરીયલ નંબર સહિતની તપાસ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 10:16 PM

ધોરણ 12 સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર લીક થવાના તાર છેક રાજકોટ સુધી પહોંચ્યાં છે. રાજકોટથી પેપર લીક થયું હોવાની આશંકાને પગલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કોમ્પ્યુટર વિષયનું પેપર લીક થવા મુદ્દે રાજકોટમાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે .

બોર્ડના અધિકારીઓની સૂચનાના આધારે તપાસ

બોર્ડના અધિકારીઓની સૂચનાના આધારે પોલીસે રાજકોટમાં તપાસ હાથ ધરી છે. સૂચના બાદ પોલીસ ટીમ ઝોનલ ઓફિસે તપાસ માટે પહોંચી હતી. પોલીસ સિરીયલ નંબર સહિતની તપાસ કરી રહી છે તો બીજી તરફ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે કોઈ પણ પેપર લીક થાય ત્યારે પોલીસ શંકાને આધારે તપાસ કરતી હોય છે. તેવી રીતે રાજકોટમાંથી પેપર લીક થયું હોવાની શંકા આધારે તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ બાદ પેપર ક્યાંથી લીક થયું છે તે સામે આવશે.

આ પણ વાંચો:  Gujarati video: યુવરાજસિંહે સાવરકુંડલામાંથી ધોરણ 12નું કોમ્પ્યુટરનું પેપર લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરી

ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર સાયન્સનું પેપર લીક થયું હોવાની માહિતી ગત રોજ પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક થયું હોવાનો દાવો કર્યો હતો. ઘટના એવી છે કે પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા D સેટનું પેપર થયું વાયરલ થયું હતું. આથી પ્રશ્નો ઉઠ્યા હતા કે આ પેપર કોણે અને કેવી રીતે તેમજ ક્યાંથી વાયરલ થયું છે.

બોર્ડના ચેરેમેને TV9ને આપ્યા આ જવાબ

જોકે પેપર લીક થયું હોવાના અહેવાલ બોર્ડના ચેરમેન એ.જે. શાહે નકાર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે પેપર ફૂટ્યું નથી, જોકે વાયરલ થયેલા પેપર અંગે સાયબર ક્રાઈમને જાણ કરવામાં આવશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે વાયરલ થયેલા પેપરમાં 12થી 15 સવાલ સરખા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">