Gujarati Video: દાહોદના બે ગામડામાં અટકાવાયા બાળલગ્ન, જુઓ Video
છેલ્લા એક વર્ષમાં આવા 17 જેટલા બાળ લગ્નો અટકાવવામાં બાળ લગ્ન પ્રતિબંધક વિભાગને સફળતા મળી છે, પરંતુ તેમ છતાં આવા અનેક લગ્ન થયા છે જે ફિકરની વાત છે.
દાહોદ જિલ્લામા દહેજ માટે દિકરીના લગ્ન કરવાની પ્રથા આજે પણ યથાવત છે. છેલ્લા ચોવીસ કલાકમાં બે બાળ લગ્ન જીલ્લા બાળ સુરક્ષા એકમ વિભાગને જાણ થતા પોલીસને સાથે રાખી લગ્ન મંડપમાં પોહચી લગ્ન અટકાવામાં સફળતા મળી હતી.
અહીં ચોવીસ કલાકમાં જ બે બાળાઓ લગ્નના બંધનમાં બંધાતા અટકી ગઈ હતી. સગીરા લગ્નના જોડામાં માંડવે બેઠી હતી ત્યારે એકબાજુથી જાનની એન્ટ્રી થઈ તો બીજીબાજુ પોલીસ સાથે બાળ સુરક્ષાની ટીમ પહોંચી અને પરિવારોની આંખ ઉઘાડી બાળ લગ્ન અટકાવી દેવાયા હતા.
ગરબાડા તાલુકાના નવાગામે બાળ લગ્ન થતા હોવાની જાણ જિલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓને થઈ હતી. તેમણે તાત્કાલીક સ્થાનિક પોલીસ તંત્ર સાથે મળી નવાગામ ખાતે ચાલતા લગ્ન પ્રસંગમાં પહોંચી આ બાળ લગ્ન અટકાવ્યા હતા. બંને પરિવારોને સમજાવટ કરતા આખરે બંને પરિવારોની સંમતિથી આ બાળ લગ્ન થતાં અટકી ગયા હતા
આદિવાસી બહુલ જિલ્લામાં દહેજ પ્રથાનું દૂષણ
દાહોદ જિલ્લો આદિવાસી જિલ્લો છે. અહિંયા આજે પણ દિકરીનાં લગ્નમાં અનેક સમાજ દ્વારા દહેજ પ્રથા ચાલે છે. તેમજ બાળ લગ્ન પણ કરાવવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં આવા 17 જેટલા બાળ લગ્નો અટકાવવામાં બાળ લગ્ન પ્રતિબંધક વિભાગને સફળતા મળી છે, પરંતુ તેમ છતાં આવા અનેક લગ્ન થયા છે જે ફિકરની વાત છે.
બાળ લગ્ન થવાનું મુળ કારણ જોઈએ તો એક તો દાહોદ જિલ્લો શૈક્ષણીક રીતે પછાત છે.જેને કારણે લોકોને કાયદાની જાણ નથી. દિકરીનાં લગ્ન માટે સોના ચાંદી સહીત રોકડ રકમની દહેજ પ્રથા આજે પણ ચાલી રહી છે. આમ તો બાળ લગ્ન કરવા એ કાયદાકીય રીતે ગુનો હોવા છતાંય અનેક લગ્નો થતાં રહ્યાં છે.