Gujarati Video : રાજકોટના ગોંડલમાં જાહેરમાં તલવાર બતાવીને રોફ જમાવતા યુવકના CCTV સામે આવ્યા

| Edited By: | Updated on: May 22, 2023 | 9:26 AM

Rajkot News : ગોંડલના ભગવતપરા વિસ્તારમાં એક શખ્સ ખુલ્લી તલવાર સાથે રોફ જમાવતો CCTV કેમેરામાં કેદ થયો છે. જેમાં તેની ગુંડાગીરી જોઈ શકાય છે.

રાજકોટના (Rajkot) ગોંડલમાં એક શખ્સ જાહેરમાં તલવાર બતાવીને રોફ જમાવતો જોવા મળ્યો હતો. આ ઘટના ગોંડલના ભગવતપરા વિસ્તારની છે. જ્યાં એક શખ્સ ખુલ્લી તલવાર સાથે રોફ જમાવતો CCTV કેમેરામાં કેદ થયો છે. જેમાં તેની ગુંડાગીરી જોઈ શકાય છે. મળતી માહિતી પ્રમાણે, ભગવતપરા ખાતે રહેતા હનીફ શાહસાહમદારે સાહિલ બારોટ નામનાં શખ્સ વિરૂદ્ધ ખુલ્લી તલવાર સાથે શેરીમાં ફરીને જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો-Gujarati Video : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાવલ ગામે ACBની સફળ ટ્રેપ, લાંચિયા મહિલા તલાટી અને વચેટિયો સકંજામાં

ફરિયાદ કરવા અંગેનાં કારણમાં જણાવાયું છે કે સાહિલ આઠ માસ પહેલા ફરિયાદીના દીકરા પાસેથી મોબાઈલ લઈ ગયો હતો અને તે સમયે પોલીસ ફરિયાદ કરતા મોબાઈલ પાછો આપી દીધો હતો. જેની અદાવત રાખી અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તેની વિરૂદ્ધ જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો