Gujarati Video : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાવલ ગામે ACBની સફળ ટ્રેપ, લાંચિયા મહિલા તલાટી અને વચેટિયો સકંજામાં
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં લાંચિયા મહિલા તલાટી અને વચેટિયો ઝડપાયા છે. તલાટીએ માગેલી લાંચ સ્વીકારવા ગયેલો વચેટિયો રંગેહાથ ઝડપાયા બાદ ACBએ તલાટીની પણ અટકાયત કરી છે.
દેવભૂમિ દ્વારકાના ( Devbhumi Dwarka ) કલ્યાણપુર તાલુકામાં લાંચિયા મહિલા તલાટી અને વચેટિયો ઝડપાયા છે. તલાટીએ માગેલી લાંચ સ્વીકારવા ગયેલો વચેટિયો રંગેહાથ ઝડપાયા બાદ ACBએ તલાટીની પણ અટકાયત કરી છે. મળતી માહિતી પ્રમાણે ખીરસરા ગામના તલાટી મંત્રી હર્ષા કારેણાએ ફરિયાદીના પિતાના નામના પ્લોટનો દાખલો કાઢી આપવા માટે રૂપિયા 1.25 લાખની લાંચ માગી હતી.
આ પણ વાંચો : Devbhumi Dwarka: જગત મંદિર પાસે જ જામ્યુ આખલાનું યુદ્ધ, ધ્વજા લઇને જઇ રહેલા ભક્તોને જ અડફેટે લીધા, જુઓ વીડિયો
જો કે આ અંગે ફરિયાદીએ ACBને જાણ કરી હતી. જેથી ACBએ રાવલ ગામે છટકું ગોઠવી રાખ્યું હતું. આ દરમિયાન નક્કી થયા મુજબ તલાટી વતી લાંચ સ્વીકારવા માટે વચેટિયો જયસુખ પીપરોતર પહોંચ્યો હતો. જેને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACBએ બંનેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
