Gujarati Video : ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો, ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી

|

Mar 04, 2023 | 10:55 PM

ભાવનગર જિલ્લામાં લીંબુની પુષ્કળ પ્રમાણમાં આવક થાય છે. સિહોર, ઘોઘા, પાલીતાણા સહિતના તાલુકામાં લીંબુનું મોટાપાયે ઉત્પાદન થતુ હોય છે..આગામી દિવસોમાં રમઝાન મહિનો શરૂ થતો હોવાથી પણ લીંબુની માંગ વધવાની શક્યતા છે. જેથી ભાવ હજુ વધે તેવી આશા છે. ચાલુ વર્ષે લીંબુમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.માર્કેટ યાર્ડમાં લીંબુની આવક ધીરે ધીરે વધી રહી છે

Gujarati Video : ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો, ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી
Bhavnagar Lemon Price

Follow us on

ભાવનગર જિલ્લામાં લીંબુની પુષ્કળ પ્રમાણમાં આવક થાય છે. સિહોર, ઘોઘા, પાલીતાણા સહિતના તાલુકામાં લીંબુનું મોટાપાયે ઉત્પાદન થતુ હોય છે..આગામી દિવસોમાં રમઝાન મહિનો શરૂ થતો હોવાથી પણ લીંબુની માંગ વધવાની શક્યતા છે. જેથી ભાવ હજુ વધે તેવી આશા છે. ચાલુ વર્ષે લીંબુમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.માર્કેટ યાર્ડમાં લીંબુની આવક ધીરે ધીરે વધી રહી છે.

બીજી તરફ ઉનાળો હજુ શરૂ થયો જ છે ત્યાં લીંબુની માંગ વધવા માંડી છે. જેથી લીંબુના ભાવ સતત ઊંચકાઈ રહ્યા છે. જથ્થાબંધ બજારમાં લીંબુનો ભાવ 80 થી 85 રૂપિયા બોલાઈ રહ્યો છે. જેને લઈને લીંબુનું ઉત્પાદન કરતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો : રાજકોટ પોલીસ વ્યાજખોરીનો ભોગ બનેલા 1,282 પીડિતોને અપાવશે 3.45 કરોડની લોન, મુખ્યમંત્રી દ્વારા મળશે લોનના પ્રમાણપત્ર

Published On - 10:54 pm, Sat, 4 March 23

Next Video