Ahmedabad : સાયબર ગઠિયાઓ રાજસ્થાનથી કરી રહ્યા છે લોકોને ટાર્ગેટ, કુલ પાંચ આરોપીની ધરપકડ

ગુજરાતમાં સાઇબર ફ્રોડમાં લોકોને ફસાવવા સાઇબર ગઠિયાઓ સમયાંતરે પોતાની મોડ્સ ઓપરેન્ડી બદલી નાખે છે. એવાજ એક નવા આઈડિયા સાથે સાઇબર ગઠીયા એક્ટિવ થયા છે અને લોકોને લૂંટી રહ્યા છે. જે રીતે દેશમાં બેરોજગારી છે અને અનેક યુવાનો નોકરી ધંધા વગરના છે તેવા લોકોને સાઇબર ગઠિયાઓ હવે પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. તેવા સમયે પોલીસના ધ્યાને આવ્યું છે કે સાયબર ગઠિયાઓ રાજસ્થાનથી લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જેના પગલે પોલીસે આકોલાથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad : સાયબર ગઠિયાઓ રાજસ્થાનથી કરી રહ્યા છે લોકોને ટાર્ગેટ, કુલ પાંચ આરોપીની ધરપકડ
Cyber Crime Accused Arrested
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 04, 2023 | 8:35 PM

ગુજરાતમાં સાઇબર ફ્રોડમાં લોકોને ફસાવવા સાઇબર ગઠિયાઓ સમયાંતરે પોતાની મોડ્સ ઓપરેન્ડી બદલી નાખે છે. એવાજ એક નવા આઈડિયા સાથે સાઇબર ગઠીયા એક્ટિવ થયા છે અને લોકોને લૂંટી રહ્યા છે. જે રીતે દેશમાં બેરોજગારી છે અને અનેક યુવાનો નોકરી ધંધા વગરના છે તેવા લોકોને સાઇબર ગઠિયાઓ હવે પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. તેવા સમયે પોલીસના ધ્યાને આવ્યું છે કે સાયબર ગઠિયાઓ રાજસ્થાનથી લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. જેના પગલે પોલીસે આકોલાથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

આ આરોપીઓને નામ છે રાજકુમાર યાદવ, ફારૂક હુસેન, ઇમરાન મન્સૂરી, વિશાલ દુધેલીયા અને મુકેશ ગોટી.. આ પાંચેય આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણે આરોપીઓ રાજસ્થાનમાં અકોલા વિસ્તારમાંથી સોશિયલ મીડિયામાં વિડિયો કે ઈમેજ લાઈક કરવાના બહાને વળતર આપવાનું કહીને છેતરતી હતી. જો કે આ ત્રણ આરોપીઓની ધરપકડ બાદ ગુજરાતના બે આરોપીઓની પણ સંડોવણી સામે આવતા તેમની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી.

આ ગેંગની મોડેસ ઓપરેન્ડીંગ વાત કરીએ તો પહેલા વોટ્સએપ  ઉપર ફ્રિલાન્સ જોબના મેસેજ કરી એક લિંક મોકલી આપતા અને તે લિંક ઓપન કરતાં તેમાંથી એક ટેલિગ્રામની પ્રોફાઈલ ઓપન થતી જેમાં રૂપિયા કમાવવા અંગેની આખી જાહેરાત જોવા મળતી અને ઈચ્છુક વ્યક્તિઓને આ ટોળકી તેના સંલગ્ન ગ્રુપોમાં એડ કરી અલગ અલગ ટાસ્ક લાઈક કરવા માટે સોપતા હતા.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

પોલીસે આરોપીનીયો પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વિડિયો લાઈક કરવા માટે એક એકાઉન્ટમાં જુદા જુદા ચાર્જીસ અને ઓર્થોરાઈઝ કંપનીના જીએસટી પેટે રૂપિયા ભરાવવામાં આવતા હતા બાદમાં ભોગ બનનાર વ્યક્તિઓ આ ટાસ્કમાં જોડાઈને તેમાંથી વધુ રૂપિયા કમાઈ શકે તેવી લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા પણ જમા કરાવતા પરંતુ આ રૂપિયા પોતાના એકાઉન્ટમાંથી ઉપાડી નહીં શકતા ભોગ બનનારા ચારેય લોકોની પોલીસને ફરિયાદ મળતા પોલીસે આ ગેંગની ધરપકડ કરી છે.

સાયબર ફ્રોડ માટે પહેલા જમતારા ખૂબ પ્રખત્યા બનતું હતું હવે આવા જ સૌથી વધુ સાઇબર ફ્રોડ રાજસ્થાન માંથી પણ થઈ રહ્યાં છે. હાલનો સાઇબર ફ્રોડ રાજસ્થાન ના અકોલા ખાતેથી ઓપરેટ કરવામાં આવ્યું હતું જેથી પોલીસે આકોલા ખાતેથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે પાંચેય આરોપી પાસેથી 9 મોબાઈલ, બેન્ક એકાઉન્ટ કીટ, 2 ડોંગલ, 6 ડેબિટ કાર્ડ, 1 ચેકબૂક, 31 સીમ કાર્ડ, કાર સહિત ચાર લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલતો આ ગેંગ દ્વારા અમદાવાદ માં હાલના ફરિયાદી ઉપરાંત અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

જામતારા બાદ હવે રાજસ્થાનનાં ગામડાઓ સાઇબર ક્રાઇમ માટે જાણીતા બની રહ્યા છે. મોટા ભાગના સાયબર ગઠિયાઓ રાજસ્થાનથી પકડાઈ રહ્યા છે. અત્યાર સુધી આ સાઇબર ગઠિયાઓ લોકોને ખાસ કરીને યુવાનોને સુંદર યુવતીઓ સાથે વીડિયો કોલ કરી ન્યૂડ થતા હતા અને બાદમાં વીડિયો વાઇરલ કરવાના બહાને રૂપિયા પડાવતા હતા.

જે બાદ સાઇબર ગઠિયાઓ અલગ અલગ એપ્લિકેશન કે વેબ સાઈડ દ્વારા લોકોની નાની રકમની લોન આપી તેને બ્લેકમેઇલ કરી પૈસા પડાવ્યા હતા. હવે બેરોજગાર લોકોને સાઇબર ગઠિયાઓ ટાર્ગેટ કરી રહ્યા છે. જેમાં યુટ્યુબ નાં વીડિયો લાઈક કરી પૈસા કમાવવાની ઑફર આપે છે અને બાદમાં જમા થયેલા પૈસા મેળવવા ટેક્ષના રૂપિયા આપવા પડશે તેમ કહી લોકો સાથે લૂટ ચલાવે છે.

આ પણ વાંચો : Gujarati Video: પાટણમાં પણ પાંચ વર્ષ પૂર્વે બનેલા બ્રિજમાં બેદરકારીના આક્ષેપો, દુર્ઘટનાની ભીતિ

Latest News Updates

ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
g clip-path="url(#clip0_868_265)">