Gujarati Video : બનાસકાંઠામાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં દારૂ પકડાયો, રાહદારીને મારી ટક્કર

| Edited By: | Updated on: Feb 15, 2023 | 8:03 PM

ગુજરાતના બનાસકાંઠામાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં દારૂ પકડાયો હોવાનો કેસ સામે આવ્યો છે. જેમાં દારૂ ભરેલી ગાડી નારાયણ માધુની હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. નારાયણ માધુની કાર લઈને ડ્રાઇવર અને એક અન્ય શખ્સ રાજસ્થાનથી આવતા હતા. આ કારમાં 11 પેટી દારૂ રાજસ્થાનથી લઇને આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

બનાસકાંઠામાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં દારૂ પકડાયો હોવાનો કેસ સામે આવ્યો છે. જેમાં દારૂ ભરેલી ગાડી નારાયણ માધુની હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. નારાયણ માધુની કાર લઈને ડ્રાઇવર અને એક અન્ય શખ્સ રાજસ્થાનથી આવતા હતા. આ કારમાં 11 પેટી દારૂ રાજસ્થાનથી લઇને આવ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલ શિક્ષણ વિભાગના નિયામક નારાયણ માધુ પાસે છે ગ્રાહક સુરક્ષા વિભાગનો પણ ચાર્જ છે. તેમજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીએ બે રાહદારીને ટક્કર પણ મારી હતી.

જો કે આ અકસ્માત બાદ કારમાંથી 11 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ દારૂ ભરેલી ગાડીનો પોલીસ ખેમાણા ટોલ ટેક્સ નજીકથી પીછો કરતી હતી. તેમજ પાલનપુર તાલુકા પોલીસે ગાડી અને 11 પેટી વિદેશી દારૂ જથ્થો જપ્ત કર્યો છે.

આ પણ વાંચોGujarati Video: લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી, સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી

Published on: Feb 15, 2023 08:01 PM