Gujarati Video : અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં માલિકે ભાડુઆતને ભાડું ન આપતા બંધક બનાવ્યો
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં મકાન માલિકે ભાડું ન ચૂકવતા ભાડુઆતને બંધક બનાવી દીધો હતો. એક ભાડૂઆતે દુકાન માલિક પર ગંભીર આરોપ લગાવ્યો છે. જેમાં દુકાન માલિકે દરવાજો બંધ કરીને ભાડૂઆતને અંદર પૂરી દીધો હતો.
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં મકાન માલિકે ભાડું ન ચૂકવતા ભાડુઆતને બંધક બનાવી દીધો હતો. એક ભાડૂઆતે દુકાન માલિક પર ગંભીર આરોપ લગાવ્યો છે. જેમાં દુકાન માલિકે દરવાજો બંધ કરીને ભાડૂઆતને અંદર પૂરી દીધો હતો. ભાડુઆતે વીડિયો બનાવી મદદની માગ કરી હતી. આ બનાવને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. જેમાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભાડૂઆતને બંધકમાંથી મુક્ત કરાવ્યો હતો.
જો કે દુકાન માલિકે ભાડૂઆતના તમામ આરોપને ફગાવ્યા હતા અને કહ્યું મેં બંધક બનાવ્યો નથી..હવે સમગ્ર મામલે પોલીસ દુકાન માલિકની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે ભાડૂઆત અને મકાન માલિકની પૂછપરછ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે.14 ફેબ્રુઆરીના રોજ ભાડુઆતનું એગ્રીમેન્ટ પૂરું થઈ ગયું હતું.જે મુદ્દે મકાન માલિકના ઘરે દરરોજ ઝઘડા થતા હતા. મકાન માલિકનો આરોપ છે કે, ભાડૂઆત સમયસર ભાડું ચૂકવતો ન હતો.જેથી દુકાનમાં બંધક બનવાનું તરખટ રચ્યું હશે.
પોલીસે CCTVના આધારે હવે વધુ તપાસ હાથ ધરી
મકાન માલિક વિનય પટેલને ભાડુઆત મલય પાસેથી ભાડાના ચારથી પાંચ લાખ રૂપિયા લેવાના નીકળી રહ્યા છે..જેને લઈને ભાડૂઆત દુકાનમાં ઘુસી ગયો હતો.તેવું પોલીસનું અનુમાન છે.પોલીસે CCTVના આધારે હવે વધુ તપાસ હાથ ધરી છે.હવે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકશે.