AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી, સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી

Gujarati Video: લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી, સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 5:24 PM
Share

Rajkot News : 7 નવેમ્બરના રોજ દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર અગાઉની બોલાચાલીની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં મયુરસિંહને ગંભીર ઈજા પહોંચી હતી.

મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં જેલમાં બંધ લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ સેશન્સ કોર્ટે દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે દેવાયત ખવડની સાથે તેના બે સાગરીતોની પણ જામીન અરજી ફગાવી છે. પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ દેવાયત ખવડે જામીન અરજી કરી હતી. મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ છેલ્લા 2 મહિનાથી જેલમાં બંધ છે.

બચાવ પક્ષના વકીલે દેવાયત ખવડની કેસમાં મુખ્ય અને ગંભીર ભૂમિકા હોવાની દલીલ કરી હતી. આ સાથે ચાર્જશીટ રજૂ થઈ હોવાથી અને તપાસ પૂર્ણ થતા જામીન આપવાની પણ માગ કરી હતી. અગાઉ દેવાયત ખવડે વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી.

કયા કેસમાં જેલમાં છે દેવાયત ખવડ ?

7 નવેમ્બરના રોજ દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર અગાઉની બોલાચાલીની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં મયુરસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. પાર્કિંગ જેવી સામાન્ય બાબતને લઈને મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેમના સાગરિતોએ હુમલો કર્યો હતો. આ હુમલો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠને કારણે જ તેની ધરપકડ કરવામાં આવતી નથી. હુમલા બાદ દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર હતા.

જાતે જ ક્રાઈમ બ્રાંચ સમક્ષ થયા હાજર

ફરિયાદીએ ન્યાય માટે PMOમાં ફરિયાદ કરતા દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થતા A ડિવિઝન પોલીસે તેનો કબ્જો લઇ સત્તાવાર ધરપકડ કરી લીધી હતી. ફરિયાદી મયુરસિંહે PMOમાં કરેલી ફરિયાદમાં 2021માં થયેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તથા આ મામલે તટસ્થ તપાસની માગ કરી હતી.

Published on: Feb 15, 2023 05:22 PM
g clip-path="url(#clip0_868_265)">