Gujarati Video: તોફાની વરસાદમાં બહુચરાજી CHCને ભારે નુકસાન, કેમ્પસમાં અનેક વૃક્ષો ધરાશાયી

Mehsana: રવિવારે ખાબકેલા તોફાની વરસાદમાં બહુચરાજી CHC ને ભારે નુકસાન પહોંચ્યુ છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા કેમ્પસમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમા જનરેટર પર વૃક્ષ પડતા ભારે નુકસાન પહોંચ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 11:59 PM

મહેસાણામાં રવિવારે આવેલા વિનાશક વરસાદમાં બહુચરાજી CHCમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા CHC કેમ્પસમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. જનરેટર પર વૃક્ષ પડતા ભારે નુકસાન પહોંચ્યુ છે. તથા CHC કેમ્પસમાં આવેલા શેડને પણ ભારે નુકસાન થયુ છે.

યાત્રાધામ બહુચરાજીમાં પ્રથમ વરસાદમાં જ રેલવે વિભાગની પણ પોલ ખુલ્લી પડી છે. રેલવે વિભાગની બેદરકારીને કારણે લોકો ટ્રેનના ડબ્બાની નીચેથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યાં છે. બહુચરાજીમાં રેલવે અંડરપાસ તો બનાવવામાં આવ્યો છે. પરંતુ લોકોની અવરજવર માટે પગદંડી બનાવવામાં આવી નથી.જેને કારણે લોકો ટ્રેનના ડબ્બાની નીચેથી જીવના જોખમે નીકળવા મજબૂર બન્યાં છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો ઉભી રહેલી ટ્રેનના ડબ્બા નીચેથી પસાર થઇ રહ્યાં છે. અંડરપાસમાં પાણી ભરાવાના કારણે લોકો પાટા પર ઉભેલી ટ્રેન નીચેની પસાર થઇ રહ્યાં છે.

આ પણ વાંચો : Ahmedabad : શહેરમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે ઠેર-ઠેર નુકસાન, ક્યાંક વૃક્ષો ધરાશાયી તો ક્યાંક પાણી ભરાતા સર્જાઈ હાલાકી, અમુક ફ્લાઈટ પણ કરાઈ ડાયવર્ટ

ત્યારે સવાલ થાય કે જો લોકો ટ્રેન નીચે નીકળતા હોય અને જાનહાની થાય તો જવાબદાર કોણ ? તો બીજી તરફ બહુચરાજીના તલાટીનો આક્ષેપ છે કે અંડરપાસમાં રેલવે વિભાગે કોઇ પગદંડીની વ્યવસ્થા કરી છે.પાણી નિકાલની પણ વ્યવસ્થા નથી. જેને લઇ લોકોને ભારે મુશ્કેલી પડે છે. આ અંગે વારંવાર રેલવે વિભાગને જાણ કરવા છતાં કોઇ ઉકેલ લવાતો નથી.

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">