Gujarati Video: અમદાવાદીઓને ઉબડખાબડ રસ્તાથી મળશે છૂટકારો, 1 ઓક્ટોબરથી તમામ રસ્તાઓનુ થશે સમારકામ

Gujarati Video: અમદાવાદીઓને ઉબડખાબડ રસ્તાથી મળશે છૂટકારો, 1 ઓક્ટોબરથી તમામ રસ્તાઓનુ થશે સમારકામ

| Edited By: | Updated on: Sep 30, 2023 | 11:37 PM

Ahmedabad: હવે અમદાવાદીઓને ઉબડ-ખાબડ રસ્તાથી ટૂંક સમયમાં છૂટકારો મળશે. શહેરના દરેક રસ્તાઓના સમારકામની કામગીરી 1 ઓક્ટોબરથી શરૂ થશે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 262 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે.

Ahmedabad: અમદાવાદીઓને હવે ઉબડ-ખાબડ રસ્તાઓથી ટૂંક સમયમાં છુટકારો મળશે. 1 લી ઓક્ટોબરથી શહેરના તમામ રસ્તાઓનું સમારકામ શરૂ થશે. જે જાન્યુઆરી સુધીમાં પૂરૂ કરવાના આદેશ અપાયા છે. શહેરના તમામ રોડ-રસ્તાઓનું સમારકામ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે મળેલી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં અનેક મહત્વના કામોને મંજૂરી આપવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટામાં 262 કરોડના કામોને મંજૂરી

હાલ ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે વરસાદમાં ધોવાયેલા શહેરના તમામ રસ્તાઓનુ સમારકામ, રિસરફેસ અને પેચવર્ક કરવામાં આવશે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 262 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. 240 કરોડના ખર્ચે અમદાવાદ પૂર્વનાં ડ્રેનેજના કામ માટે મંજૂર કરાયા છે. અમદાવાદ પૂર્વમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે 240 કરોડ મંજૂર કરાયા છે. જે પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનના અધૂરા કામો પૂર્ણ કરવામાં આવશે. જેમા જ્યાં નવી ડ્રેનેજ લાઈનની જરૂર હશે ત્યાં નવી વ્યવસ્થા ઉભી કરાશે.

શહેરના બંધ ફુવારાઓ તહેવારો પૂર્વે પુનઃ શરૂ કરાશે

બ્યુટિફિકેશન વધારવા માટે શહેરના બંધ ફુવારાઓને તહેવારો પહેલા પુન: શરૂ કરાશે. હાલ શહેરમાં 59 ફુવારા પૈકી 40 ચાલુ કન્ડિશનમાં છે જ્યારે 19 બંધ ફાઉન્ટેનને નવરાત્રિ પહેલા શરૂ કરવા આદેશ અપાયો છે. શહેરની સુંદરતા વધારવા માટે આ નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વધી ફરિયાદો! દૈનિક દોઢ હજાર કરતા વધારેનો આંકડો

ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ તોડી પાડવાનો નિર્ણય

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે કરેલી રજૂઆતના સંદર્ભમાં મ્યુનિસિપલ કમિશનરે કહ્યુ કાયદાકીય પ્રક્રિયા ચાલતી હોવાથી હાટકેશ્વર બ્રિજ મામલે નિર્ણય લેવામાં વિલંબ થયો છે. જો કે પાંચ દિવસમાં બ્રિજને તોડીને નવો બનાવવા અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. આ અગાઉ 16 એપ્રિલે નિષ્ણાંતોની પેનલે હાટકેશ્વર બ્રિજ અંગે વચગાળાનો રિપોર્ટ આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે બ્રિજ તોડી નવો બનાવવાની જાહેરાત કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 30, 2023 11:37 PM