Gujarati Video: Ahmedabad: બાબા બાગેશ્વરના આગમનની તડામાર તૈયારીઓ, શક્તિ મેદાનથી ચાણક્યપુરી સુધી પેવર બ્લોક નાખવાની કામગીરીનો કરાયો પ્રારંભ

|

May 19, 2023 | 11:15 PM

Ahmedabad: અમદાવાદમાં બાબા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 અને 30મી મેના રોજ ચાણક્યપુરી સેક્ટર 6માં દિવ્ય દરબાર યોજાશે. અહીં આવનારા ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. 29 અને 30 મેના રોજ ચાણક્યપુરીના સેક્ટર 6માં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આયોજકો અને કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શક્તિ મેદાનથી ચાણક્યપુરી સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આયોજકોની સાથે કોર્પોરેશનની ટીમ પણ તૈયારીમાં જોતરાઈ છે. શક્તિ મેદાનમાં કોર્પોરેશનની ટીમ દ્વારા સાફ સફાઇ શરૂ કરાઇ છે. એટલું જ નહીં દિવ્ય દરબારને લઇ અલગ અલગ વિભાગ પાડીને સેવકોને જવાબદારી સોંપવામાં આવી છે.

VIP મહેમાનોને લાવવા લઇ જવા માટે અલગ ટીમ બનાવાઇ છે. તો દર્શનાર્થીઓને માર્ગ બતાવવા અલગથી ટીમ કાર્યરત રહેશે. સાથે સાથે પાર્કિંગ અને મંડપ માટે પણ અલગ ટીમ કામ કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રી જે બંગલામાં રોકાવાના છે તે બંગાલની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat: બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27મી મેના રોજ આવશે સુરત, બે દિવસ દિવ્ય દરબાર સહિત રોડ શોનું આયોજન

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં વ્યવસ્થાની વાત કરીએ તો સેક્ટર 6ના મેદાનમાં મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ સમયે જર્મન ટેકનોલોજીવાળો મંડપ ઊભો કરાશે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાની શક્યતાને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ બંદોબસ્ત સાથે 500 બાઉન્સર પણ ખડેપગે રહેશે. એટલું જ નહીં કાર્યક્રમ દરમિયાન કોઇ અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે VIP મહેમાનોને અલગથી એન્ટ્રી અપાશે.

જે.જે.હોસ્પિટલ તરફથી VIP મહેમાનોને એન્ટ્રી મળશે. એટલું જ નહીં આસપાસના ચાર પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાશે. તો દર્શનાર્થી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાપીઠમાં દર્શનાર્થીઓ રોકાઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video