Gujarati Video : વડોદરાના પાદરા-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, વાહનોમાં આગ લાગતા 3 લોકોના મોત

Gujarati Video : વડોદરાના પાદરા-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, વાહનોમાં આગ લાગતા 3 લોકોના મોત

| Edited By: | Updated on: Jun 04, 2023 | 11:14 AM

વડોદરાના પાદરા જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. આભોર ચોકડી નજીક સ્ટર્લિંગ કંપની પાસે ટ્રક અને ટેન્કર સામ-સામે અથડાતા અકસ્માત સર્જોયો હતો.

Vadodara : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ અકસ્માતની ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરાના પાદરા જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. આભોર ચોકડી નજીક સ્ટર્લિંગ કંપની પાસે ટ્રક અને ટેન્કર સામ-સામે અથડાતા અકસ્માત સર્જોયો હતો. અકસ્માતમાં બંન્ને વાહનોમાં આગ લાગી હતી. જેમાં બંન્ને વાહનોના ચાલક અને ક્લિનર સહિત ત્રણના મોત નિપજ્યા છે.

આ પણ વાંચો : Vadodara : નવલખી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે, ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા, જુઓ Video

ભાવનગરના દસ નાળા નજીક ઈકો કારમાં લાગી હતી આગ

આ અગાઉ ભાવનગરના દસ નાળા નજીક ઈકો આગ લાગવાની ઘટના બની હતી. કારમાં એક વ્યક્તિ ફસાઈ જતા ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ થતા તાત્કાલીક ભાવનગર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ જાણવા મળ્યું હતુ કે કારમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો