Gujarati Video : સોફ્ટવેર બગડતાં હીરાના વેપારીઓના વિદેશથી આવતા 1500 કરોડના પાર્સલ અટવાયા
સુરતની મોટી ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પાર્સલો અટવાતા કામ પર મોટી અસર પડી રહી છે. આઈસગેટ સોફ્ટવેરમાં ખામી સર્જાતા સુરત-મુંબઈના હીરા વેપારીઓના રફના 500 પાર્સલ કસ્ટમ ક્લિયરન્સ થયા નથી.
ડાયમંડ સિટી સુરતમાં હાલ તો હીરાના વેપારીઓના પાર્સલ અટવાયા હોવાની વિગોત સામે આવી છે. સુરતમાં સોફ્ટવેરમાં ખામી સર્જાતા હીરાના વેપારીઓના આશરે 1500 કરોડના પાર્સલ અટવાયા છે. હાલમાં આઈસગેટ સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું હોવાથી અમુક બેન્કોમાં જ એન્ટ્રી દેખાઈ રહી છે. સુરત-મુંબઈના 1500 કરોડથી વધુના રફ હીરાના 500 પાર્સલો શનિવારથી અટવાઈ રહ્યા છે.
આઈસગેટ સોફ્ટવેરમાં ખામી સર્જાતા થઈ સમસ્યા
સુરતની મોટી ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પાર્સલો અટવાતા કામ પર મોટી અસર પડી રહી છે. આઈસગેટ સોફ્ટવેરમાં ખામી સર્જાતા સુરત-મુંબઈના હીરા વેપારીઓના રફના 500 પાર્સલ કસ્ટમ ક્લિયરન્સ થયા નથી. સુરતના વેપારીઓ દુબઈ, હોંગકોંગ, રશિયા, બોત્સવાના સહિતના દેશોમાંથી રફ આયાત કરે છે.
ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો થાય અને કસ્ટમ ક્લિયરન્સ પારદર્શક બને તે માટે આઈસગેટ સોફ્ટવેર બનાવાયું છે. આ સોફ્ટવેર RBIના સર્વર સાથે લિંક્ડ છે. જ્યારે કોઈ વેપારી વિદેશમાંથી માલ ઈમ્પોર્ટ કરે ત્યારે તેની એન્ટ્રી કસ્ટમ દ્વારા આઈસગેટ સોફ્ટવેરમાં અપડેટ કરવામાં આવે છે. જેથી જે બેન્ક દ્વારા પેમેન્ટ કરવાનું હોય તે બેન્કને કસ્ટમ ક્લિયરન્સની એન્ટ્રી ઓનલાઈન દેખાય છે, પરંતુ બિલની એન્ટ્રી થતી ન હોવાથી ડ્યૂટી કે જીએસટી ભરી શકાતા ન હોવાથી માલ છોડાવી શકાતો નથી. પરિણામે હીરા વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…