ચોમાસું બરાબર જામ્યું… ઉમરપાડામાં પોણા 10 ઇંચ અને નડિયાદમાં 7.5 ઇંચ વરસાદ, પ્રશાસન એલર્ટ મોડ પર – જુઓ Video

ચોમાસું બરાબર જામ્યું… ઉમરપાડામાં પોણા 10 ઇંચ અને નડિયાદમાં 7.5 ઇંચ વરસાદ, પ્રશાસન એલર્ટ મોડ પર – જુઓ Video

| Updated on: Jul 31, 2026 | 4:56 PM

ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 9.72 ઇંચ વરસાદ પડતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડાના નડિયાદ અને વસો તેમજ આણંદના બોરસદ અને ખંભાત સહિત અનેક વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યભરમાં ચોમાસું સક્રિય બન્યું છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ 9.72 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં 7.52 ઇંચ અને વસોમાં 6.97 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય આણંદ જિલ્લાના બોરસદમાં 6.69 ઇંચ અને ખંભાતમાં 6.5 ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત, નેત્રંગમાં 6.1 ઇંચ, સાગબારામાં 5.98 ઇંચ, અને ડોલવણમાં 5.87 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યભરમાં છેલ્લા કેટલાક કલાકોમાં 39 તાલુકામાં 3 ઇંચથી વધુ અને 16 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ અને નદી-નાળાઓમાં વધતા પ્રવાહને કારણે પ્રશાસન એલર્ટ મોડ પર છે. લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Breaking News : સાવધાન..અમદાવાદમાં ધમધોકાર વરસાદ શરૂ! જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળવા આપીલ

Follow Us
Loading...
Unable to load recommendations.