Breaking News: ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય, ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જામશે

Breaking News: ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય, ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જામશે

| Updated on: Jun 28, 2026 | 3:06 PM

હવામાન વિભાગે વરસાદને લઈને સારા સમાચાર આપ્યા છે. એક સાથે ત્રણ સિસ્ટમ અને પશ્ચિમિ વિક્ષેપ સક્રિય થતાં આગામી સપ્તાહમાં 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં વરસાદ પડશે. જો કે, હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર છે અને ભેજ વધવાના કારણે વરસાદની સાથે ગરમીનો ઉકળાટ પણ યથાવત રહેશે.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આપવામાં આવ્યા છે. આગામી સપ્તાહમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ જામશે. આ ઉપરાંત રાજ્યમાં પશ્ચિમિ વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પણ સક્રિય થતાં વરસાદ પડશે, જેના પગલે રાજ્યભરમાં 2 થી 3 જુલાઈએ વરસાદ પડશે.

વરસાદની આ આગાહી વચ્ચે 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે આ દરમિયાન 40 થી 60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.

બીજી તરફ, રાજ્યમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી રહેશે, જ્યારે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી રહે તેવી શક્યતા છે. આમ, એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ગરમીનો ઉકળાટ રહેશે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગરમીની અસર વર્તાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. જો કે, હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર થયેલું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દલા તલવાડીની માફક સરકારી જમીનના પ્લોટ પાડીને વહેંચી લેનારા ઉચ્ચ અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો

Follow Us