Breaking News : સુરેન્દ્રનગરમાં નવો પુલ બન્યાના 36 દિવસમાં ઉખડ્યા પોપડા, ગ્રામજનોમાં રોષ, જુઓ-Video
પુલના બાંધકામ દરમિયાન જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કામગીરીની ગુણવત્તા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી
સુરેન્દ્રનગર જિલ્લાના બોરાણ ગામ પાસે નિર્માણાધીન પુલ શરૂ થયાના માત્ર 36 દિવસમાં જ તેની સપાટી પરથી પોપડા ઉખડી પડતાં અને તિરાડો દેખાતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પુલના નિર્માણમાં નબળી ગુણવત્તાવાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે, જેના કારણે પુલમાં આ પ્રકારની ખામીઓ સામે આવી છે. ઘટનાએ પુલના બાંધકામમાં ગેરરીતિ થઈ હોવાના આરોપોને વધુ વેગ આપ્યો છે.
નવ નિર્માણાધીન પુલના 36 દિવસમાં જ પોપડા ઉખડી પડ્યા
સ્થાનિકોના કહેવા પ્રમાણે, પુલના બાંધકામ દરમિયાન જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કામગીરીની ગુણવત્તા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. ગ્રામજનોએ દાવો કર્યો છે કે તેમને જવાબ આપવામાં આવ્યો હતો કે “ટકાવારી આપવાની હોય એટલે કામ નબળું જ થશે.”
ગામને જોડતો આ મુખ્ય પુલ ચોમાસા પહેલાં જ નુકસાનગ્રસ્ત
બોરાણા ગામને જોડતો આ મુખ્ય પુલ ચોમાસા પહેલાં જ નુકસાનગ્રસ્ત બનતા સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. પુલમાં પડેલી તિરાડો અને પોપડાં ઉખડી પડવાની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ગ્રામજનોમાં રોષ
ગ્રામજનોનું કહેવું છે કે જાહેર નાણાંથી બનેલા વિકાસના કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે કડક દેખરેખ રાખવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ સર્જાય નહીં. હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ થતા હવે પુલ 36માં જ ક્ષતીગ્રસ્ત બની ગયો છે, તેમજ હવે ચોમાસાની શરુઆત થઈ રહી છે ત્યારે આ ગામને જોડતો મુખ્ય પુલ છે હવે તે જ ક્ષતીગ્રસ્ત બનવા ગ્રામનજો ગામમાં આવવા જવાને લઈને ચિંતિત બન્યા છે.
નર્મદાના ડેડિયાપાડામાં 108ની ટીમે બતાવી તેમની ફરજનિષ્ઠા, ચાલુ વરસાદે દુર્ગમ રસ્તા પરથી દર્દીને ઝોળીમાં લઈ જઈ જીવ બચાવ્યો- Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા

