Breaking News: ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા
ગુજરાતમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાનમાં આવી રહેલા ફેરફારને પગલે લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ વધુ થશે.
ગુજરાતમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાનમાં આવી રહેલા ફેરફારને પગલે લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ વધુ થશે. હાલ અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ અથવા તેનાથી નીચે નોંધાઈ રહ્યું છે.
અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા
હાલ અમદાવાદમાં લઘુતમ તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું છે. જોકે આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો ગગડીને 17 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. એટલે કે અમદાવાદમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે તાપમાનમાં ઘટાડો થવાની સાથે શિયાળાની ઠંડીનો અનુભવ થતો હોય છે. આ મહિનામાં રાજ્યનાં કેટલાંક શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાતું હોય છે.
મહુવામાં સૌથી ઓછું 16.9 ડિગ્રી તાપમાન નોંધાયું
બીજી તરફ રાજ્યનાં અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મહુવામાં 16.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતાને પગલે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને વહેલી સવારે કામકાજ માટે બહાર નીકળતા લોકો અને રાત્રિના સમયે મુસાફરી કરતા લોકોને ઠંડીનો વધુ અનુભવ થઈ શકે છે. આમ, આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં શિયાળાની જમાવટ થવાના સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો- Breaking News: મોંઘવારીનો વધુ એક માર! ગુજરાત એનર્જીએ CNGના ભાવમાં પ્રતિ કિલો ₹5નો વધારો ઝીંક્યો