આજનું હવામાન : ગુજરાતભરમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના,જુઓ Video

|

Jun 09, 2024 | 7:52 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહે તેવી સંભાવના છે.દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહે તેવી સંભાવના છે.દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, કચ્છ, મોરબી, ગાંધીનગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અમરેલી, આણંદ,જુનાગઢ, મહીસાગર, વડોદરા સહિતના 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video