AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી,જાણો ક્યારે ક્યાં પડશે વરસાદ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી,જાણો ક્યારે ક્યાં પડશે વરસાદ, જુઓ Video

| Updated on: Jun 09, 2025 | 7:56 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદના એંધાણ છે. તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદના એંધાણ છે. તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની શક્યતા છે. તો આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદનું અનુમાન છે. અરબ સાગરમાં ભેજને લીધે છૂટા છવાયા વરસાદનું અનુમાન સેવવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલનો વરસાદ એ ચોમાસાનો સત્તાવાર વરસાદ નથી.

સૌરાષ્ટ્રમાં પણ વરસી શકે વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઇને મોટી આગાહી કરી છે. દાવો છે કે 12થી 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે. તો 15થી 19 જૂન સુધીમાં ચોમાસું કેટલાક વિસ્તારોને આવરી લેશે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ચોટીલા અને હળવદમાં વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને પંચમહાલમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં કડી, કલોલ, મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">