Navsari : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વરસાદને (Rain) લઇને નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યુ છે. જેને લઇને નવસારીમાં NDRFની ટીમ ખડકી દેવામાં આવી છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. પૂર્ણા નદી કાંઠાના વિસ્તારોમાં તંત્રએ સર્વે કર્યો છે. તો ડિઝાસ્ટર વિભાગ જિલ્લાની નદીઓની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા નદીઓની જળસપાટી સામાન્ય છે. તો NDRFની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ કરશે. જરૂર જણાશે ત્યાં વરસાદ દરમિયાન જો કપરી પરિસ્થિતિ સર્જાય તો રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો-Monsoon 2023 : રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ, મોજ નદીમાં નવા નીરની આવક થઇ, જૂઓ Video
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો