Monsoon 2023 : રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ, મોજ નદીમાં નવા નીરની આવક થઇ, જૂઓ Video
રાજકોટના (Rajkot) ઉપલેટાના ગઢાળા ગામમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. ગઢાળા, કેરાળા, મોજીરા, સેવંત્રામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે.
Monsoon 2023 : ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ વિવિધ વિસ્તારોમાં મેઘ મહેર થઇ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જે પ્રમાણે રાજકોટના (Rajkot) ઉપલેટાના ગઢાળા ગામમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. ગઢાળા, કેરાળા, મોજીરા, સેવંત્રામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. ગઢાળા ગામની મોજ નદીમાં નવા નીરની આવક થઇ છે. ગઢાળા ગામના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. વધારે વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Junagadh Rain : ગિરનાર પર્વત ઉપર ખાબક્યો ચાર ઇંચ જેટલો વરસાદ, પગથિયાઓ પરથી ધોધની જેમ વહ્યા પાણી, જૂઓ Video
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News