Monsoon 2023 : નવસારીમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય, જુઓ Video
હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગામી 30 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
Gujarat Rain : હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગામી 30 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને લઇને જિલ્લામાં પૂર કે અન્ય કોઈ પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર સજ્જ છે.
આ પણ વાંચો : Rain Breaking : અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી, જુઓ Video
વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ નિરીક્ષણ કરશે
બચાવ કામગીરી માટે NDRFની 6 બટાલિયનની 22 જવાનોની ટુકડી નવસારી ખાતે બંદોબસ્ત કરવામાં આવી છે. મોડી રાત્રે નવસારી જિલ્લા ખાતે NDRFની ટુકડી બચાવ સાધન સામગ્રી સાથે આવી પહોંચી હતી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ નિરીક્ષણ કરશે અને જરૂર જણાય ત્યાં વરસાદ દરમિયાન જો કપરી પરિસ્થિતિ સર્જાય તો રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવશે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો